ભરૂચ: જિલ્લા પોલીસે પાંચબત્તી અંબિકા જવેલર્સમાં 2 સોનીઓ પર ફાયરિંગ કરી 27.46 લાખની 27 સોનાની ચેનની લૂંટને 48 કલાકમાં ડિટેકટ કરી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર રેલવેના અધિકારીઓના સહયોગથી ટ્રેનમાં સવાર લૂંટના 2 આરોપી અને કાનપુર જતી બસમાંથી અન્ય 2 આરોપીની ધરપકડ કરી લૂંટનો ભેદ ઉકેલ્યો છે.
ભરૂચ પોલીસે 27.46 લાખના મુદામાલ સાથે 4 આરોપીની ધરપકડ
- 2 દિવસ અગાઉ કરવામાં ચોરી કરવામાં આવી હતી
- પોલીસે 10 ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી
- પોલીસે 48 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલ્યો
- વિવિધ સ્થળેથી 4 આરોપીની ધરપકડ
ભરૂચના સતત વાહનો અને રાહદારીઓથી ઘમઘમતા પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકીની સામે આવેલી અંબિકા જવેલર્સની દુકાનની 2 દિવસ પહેલા રેકી કર્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય આરોપી આશિષ પાંડેની નોકરી લોકડાઉનમાં છૂટી દઇ હતી. જેથી આરોપી પર દેવું થઇ ગયું હતું. જેથી આરોપીએ આ દેવું ચુકવવા માટે ચોરીને અંજામ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ 7 સપ્ટેમ્બરના રોજ લૂંટને અંજામ આપ્યો હતો.જેને ઝડપી પાડવા માટે ભરૂચ પોલીસે 10 જેટલી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન પોલીસે માત્ર 48 કલાકમાં લૂંટનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીમાં આશિષ રામદેવ પાંડે, અજયકુમાર પાંડે, સુરજ રાજેન્દ્ર યાદવ પ્રસાદ અને રીન્કુ કિશનલાલ યાદવ સામેલ છે.
પોલીસે આરોપી પાસેથી 27 સોનાની ચેન, 5 મોબાઈલ, બાઈક, પિસ્તોલ મળી કુલ 27.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.