કાર્યક્રમમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, "કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળે છે તે ngo અથવા એજન્સી મારફતે મળે છે. જે બહારથી માણસો લાવી તેમનું પણ શોષણ કરે છે. સરદાર સરોવર ડેમનાં પાવરહાઉસમાં ફિટવેલ કંપનીનાં કર્મીઓ 22 દિવસથી આંદોલન કરી રહેલાં છે તે કર્મીઓને હું સમર્થન આપું છું. ભલે મારી સરકાર હોય પણ આ હકીકત છે કે,આ કંપની માત્ર 7000 ₹ જ પગાર ચૂકવાય છે .મેં આ બાબતે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને મેં લેખિતમાં રજૂઆત કરી છે."
આમ, મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજ્કટ , રોજગારી અને વ્યસન મુક્તિ સહિતના મુદ્દાઓની ચર્ચા કરી હતી. સાથે બેરોજગારીની વાત કરીને સરકારને પણ આડે હાથ લીધી હતી.