- કોરોના સંક્રમણ વધતા કલેક્ટરે બેઠક બોલાવી
- કોવિડ હોસ્પિટલના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી સૂચના આપી
- સિવિલ હોસ્પિટલની પણ લીધી મુલાકાત
ભરૂચ: જિલ્લામાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે તેમજ કોરોનાથી લોકોને બચાવવા માટે ભરૂચ જિલ્લાની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલના પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટરે ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલના પ્રતિનિધિઓ પાસેથી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન, આઈ.સી.યુ બેડ, ઓક્સિજનની વ્યવસ્થા, સી.ટી. સ્કેન, વેન્ટિલેટર, બેડની વ્યવસ્થા વિગેરે સુવિધા બાબતે વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
આ પણ વાંચો: સુરત શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તે અત્યંત ચિંતાનો વિષય: સુરત જિલ્લા કલેક્ટર
બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ હાજરી આપી
બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દુલેરા, ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચ, પટેલ વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ, ESIC હોસ્પિટલ અંકલેશ્વર અને અલ મેહબુબ હોસ્પિટલ જંબુસરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોના વાઈરસની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
સિવિલ હોસ્પિટલની પણ લીધી મુલાકાત
ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કોવિડ સારવાર માટે જરૂરી પથારીની ઉપલબ્ધતા અંગે નિરીક્ષણ કર્યું હતું, સાથે જ કોરોના ટેસ્ટિંગ અને વેક્સિન અંગે જરૂરી સૂચના આપી હતી.