- બે પોલીસ જવાનો પર પથ્થર વડે હુમલો
- એક મહિલા સહિત ત્રણ હુમલાખોરો ફરાર
- પોલીસે ત્રણેય વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચ: નેત્રંગ તાલુકાનાં કંબોડિયા ગામનો કુખ્યાત બુટલેગર ડેડીયાપાડાના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હોય જે પોતાના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે નેત્રંગ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મૂળજી ખાનસિંગ વસાવા અને પોલીસ કોન્સટેબલ અજિત મંગા વસાવા સાથે કંબોડિયા ગામમાં વોચ ગોઠવી ઊભા હતા. તે દરમિયાન કુખ્યાત બુટલેગર અશોક કેશરીમલ મારવાડીને તેના ઘરમાંથી પકડી પોલીસની ગાડી તરફ લઈ જતાં હતા તે સમયે તે બુટલેગર પોલીસ કર્મીઓને અપશબ્દો બોલી રહ્યો હતો અને ઘરની બહાર નીકળતાં જ તેની માતા અચાનક આવી બુટલેગરને છોડાવવા વચ્ચે પડી હતી. તેમજ પોલીસ કર્મીઓ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
બુટલેગરે પોલીસ પર કર્યો હુમલો
બુટલેગરે પોલીસ જવાનને બચકું ભરી જમીન પર પાડી દઈ કપડાં ફાડી નાખી પથ્થર વડે તૂટી પડ્યો હતો અને બંને પોલીસ જવાનોને માર મારી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાવેદ નામનો આરોપી હુમલાખોર બુટલેગર અને તેની માતાને કારમાં બેસાડી ફરાર થઈ ગયો હતો. પોલીસ જવાનોને નેત્રંગ સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.