અંકલેશ્વર પંથકમાં ચેઇન સ્નેચીંગના ગુનાઓ બનતા રહે છે. કેટલાક બનાવોમાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હોય છે. જેના આધારે પોલીસ આરોપીઓને ઝડપી પાડે છે. ત્યારે ફરી એક વાર ચેઇન સ્નેચીંગના ગુનાને અંજામ આપનાર એક કિશોર સહીત 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
ત્રણેયની પૂછપરછ કરતા તેઓએ ચેઇન સ્નેચીંગના 3 ગુનાઓની કબૂલાત કરી હતી. પોલીસે તેઓ પાસેથી ચોરીની સોનાની ચેઇનના ટુકડા, મોબાઈલ, બાઈક તથા એક્ટિવા મળી કુલ 1.97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઈસમો એકલ દોકલ મહિલાઓ તેમાંય ખાસ કરીને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી બાઈક ઉપર આવી તેઓના ગળામાંથી ચેઇન આંચકી ફરાર થઇ જતા હતા. જેનો પોલીસે હાલ 3 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. અને તેઓ સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ શરુ કરી છે.