ETV Bharat / state

અંકલેશ્વર મર્ડર કેસ: હત્યાના શકમંદ આરોપીનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળ્યો - ક્રાઈમ ન્યુઝ

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામ નજીક રૂપિયા 1 લાખની લેતીદેતીમાં નર્મદા નદી કિનારે યુવાનની ચપ્પુના ઘા મારી હત્યાના મામલામાં નવો જ વળાંક આવ્યો છે. યુવાનની હત્યા કરનાર આરોપીનો પણ નર્મદા નદીમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ બન્ને યુવાનોની હત્યા એક કિન્નરે કરી હોવાના આક્ષેપથી સનસનાટી મચી જવા પામી છે.

હત્યાનો જેના પર આરોપ હતો એ જ હર્ષ પટેલનો મૃતદેહ મળ્યો

author img

By

Published : Feb 6, 2021, 12:51 PM IST

  • હત્યા કરનાર શકમંદ આરોપીનો મૃતદેહ મળ્યો નર્મદા નદીમાંથી
  • પરિવારજનોના સનસનાટી ભર્યા આક્ષેપ
  • કિન્નરે બન્ને મિત્રોની કરી હત્યા

ભરૂચ: જિલ્લાના અંકલેશ્વરના ચકચારી અનુપમદાસ હત્યા પ્રકરણમાં નવો જ વળાંક આવ્યો છે. હત્યાનો જેના પર આરોપ હતો એ જ હર્ષ પટેલનો પણ નર્મદા નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ગત 28 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર શહેરના ચૌટા નાકા નજીક આવેલા દગા ફળિયામાં રહેતા 23 વર્ષીય અનુપમદાસનો સરફુદ્દીન ગામ નજીક આવેલા નર્મદા નદી કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મૃતકે તેના મિત્ર અને હવેલી ફળિયામાં રહેતા હર્ષ પટેલને રેલવેમાં નોકરીએ લગાડવામાં માટે આપેલ રૂપિયા 1 લાખ પરત માંગતા હર્ષ પટેલે કાવતરું રચી અનુપમની હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોધાઈ હતી. ત્યારે પોલીસ હર્ષ પટેલની શોધખોળ કરી રહી હતી. જો કે ઘટનાના 6 દિવસ બાદ હર્ષ પટેલનો ભરૂચના કસક વિસ્તાર નજીક નર્મદા નદીમાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

હત્યાનો જેના પર આરોપ હતો એ જ હર્ષ પટેલનો મૃતદેહ મળ્યો
હત્યાનો જેના પર આરોપ હતો એ જ હર્ષ પટેલનો મૃતદેહ મળ્યો

રૂપિયા 1 લાખની લેતીદેતીમાં કિન્નરે બન્ને મિત્રોની હત્યા કરી હોવાનો આક્ષેપ

પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચી હર્ષ પટેલની ઓળખ કરી હતી અને સનસનાટી ભર્યા આક્ષેપો કર્યા હતા. મૃતક હર્ષ પટેલના મામા જિતેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર હર્ષ પટેલ પર હત્યાનો આરોપ જ ખોટો છે. હર્ષ અને અનુપમ બન્નેની હત્યા અલ્પેશ ઉર્ફે રાધા નામના કિન્નરે કરી છે. હકીકતમાં 1 લાખ રૂપિયા રાધા નામની કિન્નરને આપ્યા હતા જે આપવા ન પડે માટે તેણે જ બન્ને મિત્રોની હત્યા કરી છે. આ તરફ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, આ સમગ્ર મામલે પોલિસ દ્રારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે ખબર પડશે કે હત્યા કોણે કરી છે. બે-બે નવ યુવાનોના અકાળે મોતથી સમગ્ર અંકલેશ્વરમાં ચકચાર મચી ગયો છે ત્યારે આ મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ક્યારે ઊંચકાઇ છે એ જોવું રહ્યું.

હત્યાનો શકમંદ આરોપીનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.