ETV Bharat / state

પશુ પર ક્રૂરતા : રખડતા શ્વાનની હત્યાની ફરિયાદ નોંધાઇ, જૂઓ શું કહે છે કાયદો

author img

By

Published : Jun 11, 2022, 8:12 PM IST

ભરૂચની રચના પાર્ક સોસાયટીની પાછળ નવીનગરીમાં કૂતરાને લાકડાના ફટકા મારી મોત નીપજાવવામાં આવ્યું. આ કૂતરાના મોત અંગે એક જાગૃત પ્રાણીપ્રેમી દ્વારા ભરૂચ સી ડિવિઝન પોલીસ (Bharuch Police) મથકે ફોજદારી ગુનો (Complaint of killing of stray dog registered) દાખલ કરવામાં આવ્યો છે.

પશુ પર ક્રૂરતા : રખડતા શ્વાનની હત્યાની ફરિયાદ નોંધાઇ, જૂઓ શું કહે છે કાયદો
પશુ પર ક્રૂરતા : રખડતા શ્વાનની હત્યાની ફરિયાદ નોંધાઇ, જૂઓ શું કહે છે કાયદો

ભરુચ- એક રખડતા શ્વાનની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ (Complaint of killing of stray dog registered) ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. જેના પગલે ભરૂચ જિલ્લાવાસીઓને પણ સાવચેતી રૂપે એક સંદેશો આપવામાં આવી રહ્યો છે કે રખડતા પશુઓ પર અત્યાચાર કરતા પહેલા ચેતજો નહીંતર જવું પડશે જેલમાં.

ભરૂચની રચના પાર્ક સોસાયટીની પાછળ નવીનગરીમાં કૂતરાને લાકડાના ફટકા મારી મોત નીપજાવવામાં આવ્યું

આ પણ વાંચો- જેતપુરમાં કુતરાને લોખંડના પાઇપ વડે ક્રુરતાપુર્વક માર મારતા મોત નીપજ્યું

શું છે બનાવ - ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ( Bharuch Police ) ફરિયાદી અજીતભાઈ માલપાનીએ એક પોલીસ ફરિયાદ (Complaint of killing of stray dog registered)નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે અમારા વિસ્તાર નજીક રખડતા શ્વાનને નવીનગરી રચના પાર્ક સોસાયટીમાં રહેતા વિજયભાઈ મોરે નામના વ્યક્તિએ લાકડીના સપાટા મારી શ્વાનને લોહીલુહાણ કરી હતી જેના પગલે ઇજાગ્રસ્ત શ્વાનને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં. ગંભીર પ્રકારે લાકડીના સપાટા માર્યા હોવાના કારણે ડોક્ટરે પણ શ્વાનના માથાના ભાગે ગંભીર ઇજા હોય છતાં પણ તેની સારવાર કરી હતી પરંતુ આખરે શ્વાન મોતને ભેટ્યું હતું.

આ પણ વાંચો-અંધશ્રદ્ધાના આંધળાઓ સાવધાન ! અંધશ્રદ્ધામાં મહિલાની હત્યા કરીને પહાડી પરથી ફેંકી દેવાયો મૃતદેહ

પોસ્ટમોર્ટમ કરાવી અંતિમ સંસ્કાર કર્યાં - મૂંગા પશુઓ પ્રત્યે લાગણીવશ થયેલા અજીતભાઈ માલપાણીએ શ્વાનને માર મારનારને સમજાવવાના પ્રયાસ કર્યા હતાં. ઇજાગ્રસ્ત શ્વાન મોતને ભેટતા તેનું પોસ્ટમોર્ટમ કરાવી (Postmortem of dogs) અંતિમ સંસ્કાર કર્યાં હતાં. બાદમાં શ્વાનની ક્રૂરતાથી હત્યા કરનાર વિજયભાઈ મોરે સામે આઈપીસીની કલમ 429 તેમજ પશુઓ પ્રત્યેનો ઘાતકીપણું અધિનિયમ હેઠળ ગુનો (Complaint of killing of stray dog registered) દાખલ કરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.