ETV Bharat / entertainment

'તારો થયો', આધુનિકતા સાથે સાશ્વત પ્રેમને પ્રતિબિંબ કરવાતી ગુજરાતી ફિલ્મ - TARO THAYO

જાણીતા લેખક અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લેખિત અને અભિનીત ગુજરાતી ફિલ્મ 'તારો થયો'ની સ્ટાર કાસ્ટ સાથે ઈટીવી ભારતે ખાસ સંવાદ કર્યો હતો.

ગુજરાતી ફિલ્મ તારો થયો
ગુજરાતી ફિલ્મ તારો થયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 10:11 PM IST

અમદાવાદ: ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લેખિત અને અભિનીત ગુજરાતી ફિલ્મ 'તારો થયો' એ પ્રેમની શાશ્વતતા દર્શાવે છે. ફિલ્મ સાથે જોડાયેલા નિષ્ણાંતો 'તારો થયો' ફિલ્મને પ્રેમના જાદુના ઉત્સવ તરીકે દર્શાવે છે. શું છે ફિલ્મની વાર્તા અને તેના કલાકારો શું કહે છે ફિલ્મ અંગે જાણીએ.

તારો થયો એ ફિલ્મ એ શાસ્વત પ્રેમનું કાવ્યાત્મક પ્રસ્તુતિ છે: હિતેનકુમાર

ગુજરાતી ફિલ્મના બહુઆયામી કલાકાર હિતેનકુમાર તેમના આગવા અભિનયના અંદાજ સાથે 'તારો થયો' ફિલ્મમાં જોવા મળશે. છેલ્લાં ત્રણ દસકાથી ગુજરાતી ફિલ્મમાં પ્રેમ, સંબંધ અને કૌટુંબિક વિષયો આધારિત ફિલ્મોમાં કામ કરતા હિતેનકુમાર માટે તારો થયો ફિલ્મ દર્શકોને આગવી લાગશે. કારણ છે, 'તારો થયો' ફિલ્મમાં તેમની સાથે હિરોઈન તરીકે જાણીતા લેખક અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય છે.

'તારો થયો' ફિલ્મના અભિનેતા હિતેન કુમાર સાથે ખાસ વાત (Etv Bharat Gujarat)

ગુજરાતીઓમાં જાણીતા કાજલ ઓઝા વૈદ્યએ એક કુટુંબની ચાર પેઢીના પ્રેમની અનુભૂતિને એક જ સ્તરે લઈ આવતી પ્રેમ, પ્રેમમાં સહ-અસ્તિત્વ, લગ્ન નહીં કરવાની સ્વતંત્રતા અને લગ્ન બાદ વારંવાર એક જ પાત્ર સાથે પ્રેમમાં પડવાની વાતોને વણી લીધી છે.

'તારો થયો' ફિલ્મની અભિનેત્રી વ્યોમા નંદી ખાસે મુલાકાત (Etv Bharat Gujarat)

ચુકી ગચેલી મોસમને ફરીથી જીવતા શીખવે છે ફિલ્મ તારો થયો: વ્યોમા નંદી

'તારો થયો' ફિલ્મમાં જીવનસંસારની લીલામાં વિસરાઈ ગયેલા સ્નેહને ફરીથી જીવી અને માણવાની વાત છે. માણસ તેની દૈનિક ક્રિયામાં ઓતપ્રોત થઈ જાય છે. મન ઇચ્છિત વ્યક્તિ મળવા છતાં માણસ પોતાના પ્રેમ સાથે જીવનને માણી શકતો નથી. જીવનના એવા તબક્કામાં માણસ પહોંચે છે ત્યારે પોતાના જીવનકર્મો અને જવાબદારીથી ઉપર ઉઠે છે ત્યારે એહેસાસ થાય છે કે જવાબદારી નિભાવવામાં પ્રેમને તો ક્યાંક પાછળ મુકી વ્યક્તિ આગળ વધી ગયો છે. તારો થયો ફિલ્મ એકધારા જીવાતા જીવનમાં પુનઃ સ્નેહ પાંગરવાની ઘટનાને પ્રદર્શિત કરે છે.

'તારો થયો' ફિલ્મના અભિનેતા સન્ની પંચોલી સાથે ખાસ મુલાકાત (Etv Bharat Gujarat)

'તારો થયો' ફિલ્મમાં ગીતો લાગણીને, પ્રસંગો પ્રેમને સંવાદ સહ-અસ્તિત્વને પ્રદર્શિત કરે છે

'તારો થયો' ફિલ્મના દિગ્દર્શક ધર્મેશ પટેલના મતાનુસાર ચાર પેઢીની સ્નેહ યાત્રાને એક સ્તરે જીવાતી કહાની છે. એક સાથે ફિલ્મના બધા પાત્રો જીવનયાત્રામાં એક બીજાના સહયાત્રી બની એક બીજાને ટેકો આપે છે. ફિલ્મનો સંદેશ સહ અસ્તિત્વ એ જ સ્નેહ સંબંધનો રહ્યો છે. તારો થયો ફિલ્મના દિગ્દર્શક અને કલાકારો સાથે ઈટીવી ભારત દ્વારા યોજાયેલા વિશેષ સંવાદ થયો છે.

'તારો થયો' ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ખાસ વાત (Etv Bharat Gujarat)

'તારો થયો' ફિલ્મમાં પડદે અને પાત્રોમાં પણ મલ્ટિસસ્ટાર વેલ્યૂ ધરાવે છે

'તારો થયો' ફિલ્મ એ મલ્ટી સ્ટારર ફિલ્મ છે. જેમાં લીડ રોલમાં હિતેનકુમાર અને કાજલ ઓઝા વૈદ્ય છે. આ ફિલ્મમાં સની પંચોલી, વ્યોમા નંદી, નમન ગોર, રીવા રાચ્છ, સોનુ ચંન્દ્રપાલ, જ્હાનવી પટેલ, ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ અને જીજ્ઞેશ મોદી છે. ફિલ્મનું સંગીત રિપુલ શર્મા અને અભિજીત વાઘાણીનું છે. જ્યારે ફિલ્મમાં છ ગીતો છે. ગાયક ઓસમાન મીરનું પ્રદાન પણ છે. ફિલ્મના દિગ્દર્શક ધર્મેશ પટેલ અને નિર્માતા વિજય ચૌહાણ છે. ફિલ્મ થિયેટરમાં 17, જાન્યુઆરીએ રિલિઝ થવાની છે.

  1. અભિનેતા હિતેનકુમારના પ્રેમ અંગેના શું છે વ્યક્તિગત વિચાર ?
  2. સપ્તક સંગીત સમારોહ 2025: આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્કિટેક્ટ માર્ક ડીલે પણ છે સપ્તકના શ્રોતા..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.