ભરુચ આ અકસ્માતની મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લાના રામાનંદ આશ્રમના સાધુસંતો (Ramanadi Sadhu Death ) ગાડી લઇને રાજપીપળાથી નવસારી તરફ પસાર થઇ રહ્યા હતાં. ત્યારે નેત્રંગ - વાડી રોડ ઉપર આવેલી કંબોડીયા - ચાસવડ ગામની (Accident on Netrang Kambodia Road )વચ્ચે ડ્રાઇવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર આવેલા ઝાડ સાથ ગાડી અથડાઇ (Accident on Netrang Kambodia Road ) હતી.આ અકસ્માતમાં 3 સાધુના મોત (Three Monks Death in Car Accident )થયા હતાં. જ્યારે 12 લોકોને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો ભરૂચના નેત્રંગ મોવી રોડ પર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત
ઝાડ સાથ ગાડી અથડાઇ નેત્રંગ કંબોડીયા - ચાસવડ વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના (Accident on Netrang Kambodia Road )સામે આવી છે . સાધુસંતોને લઈને જઈ રહેલી ગાડીના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર આવેલા ઝાડ સાથ ગાડી અથડાઇ હતી. જેમાં ગાડી હંકારનાર રાકેશકુમાર હરીપ્રસાદ સોનકરને ( ઉ.41.રહે યુપી ) શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું . જ્યારે વેદાંતી ગુરૂજી વૈષ્ણવ અને કેશવદાસ ગુરૂજી વૈષ્ણવને ગંભીર ઇજાઓના પગલે સારવાર દરમિયાન મોત (Three Monks Death in Car Accident )નિપજ્યું હતું . જ્યારે ગાડીમાં સવાર અન્ય 12 સાધુ - સંતોને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો નેત્રંગની ચાસવડ ચોકડી નજીક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 5 ઇજાગ્રસ્ત
નેત્રંગ પોલીસે ગુનો નોંધ્યો ગમખ્વાર અકસ્માતની બનાવની (Accident on Netrang Kambodia Road )જાણ થયા બાદ ઘટનાસ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમ જ સાધુઓના મોતને (Three Monks Death in Car Accident ) કારણે સમગ્ર વિસ્તારની પ્રજામાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું . નેત્રંગ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.