જંબુસરઃ જંબુસર-આમોદ રોડ પર મગનાદ ગામ નજીક આવેલા ગાર્ડન હોટલ પાસે એક CNG કારમાં અચાનક આગ લાગી હતી. ધુમાડા જોઈ કારમાં સવાર કાર ચાલક સમય સુચકતા વાપરી કારમાંથી બહાર ઉતારી ગયો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગે આખી કારને લપેટમાં લઇ લીધી હતી.
આ બનાવની જાણ આમોદ નગરપાલિકાના ફાયર ફાઈટર્સને થતા ફાયર ફાઈટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ આગમાં આખી કાર બળીને ખાક થઇ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ ન હતી.