ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 1,096 - Gujarat Corona News
વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોનાના 17 પોઝિટિવ કેસ નોધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,096 પર પહોચી છે.
ભરૂચ: જિલ્લામાં સોમવારના રોજ કોરોના વાઇરસના 17 પોઝિટિવ કેસ નોધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,096 પર પહોચી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ યથાવત રહ્યું છે, ત્યારે આજે નવા 17 પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 6 તો આમોદમાં 2 પોઝિટિવ કેસ નોંધાયો છે.
સોમવારના રોજ 20 દર્દી સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. નવા નોધાયેલા કેસ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,096 પર પહોંચી છે.
જે પૈકી 24 દર્દીના મોત નીપજ્યા છે. તો 910 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ જિલ્લામાં અત્યાર સુધીના સોથી વધુ 561 સેમ્પલ લેવામાં આવ્યા છે.
જે પૈકી 17 પોઝિટિવ કેસ નોધાયા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના મધ્યકાળમાં દર 100 સેમ્પ્લે 20 દર્દી પોઝિટિવ મળતા હતા તો હવે દર 100 કેસે 3 દર્દી પોઝિટિવ મળી રહ્યા છે.