ETV Bharat / state

અંકલેશ્વરમાં 5 દિવસમાં ચોરીના 11 બનાવ, પોલીસ તંત્ર પર ઉઠ્યાં સવાલ

અંકલેશ્વરઃ ઓદ્યોગિક નગર અંકલેશ્વરમાં 5 દિવસમાં ચોરીના 11 બનાવોથી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. વેકેશનનો માહોલ અને શિયાળાની દસ્તક સાથે જ અંકલેશ્વરમાં ચોરીના બનાવોમાં વધારો થયો છે. જેથી સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે, તો બીજી તરફ પોલીસ તંત્ર ચોરને પકડવામાં અસફળ રહ્યું છે. એટલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વરમાં 5 દિવસમાં ચોરીના 11 ચોરીના બનાવ, પોલીસ તંત્ર પર ઉઠ્યાં સવાલ
author img

By

Published : Nov 12, 2019, 5:48 PM IST

અંકલેશ્વરમાં વાહન ચોરી ,ઘરફોડ ચોરી અને ચીલઝડપના બનાવોએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. નાઈટ પેટ્રોલિંગ અને પોલીસના ચોકસાઇના દાવાઓ સામે દરરોજ થતી ચોરીઓ સ્થાનિકોમાં અસલામતીની ભાવના ઉભી કરી રહી છે. દિવાળી, અયોધ્યા ચુકાદો અને ઇદેમિલાદમાં પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહી હતી. તે સમયગાળામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હતું. એટલે તકનો લાભ ઉઠાવી ચોરોએ એક પછી એક ચોરીઓ કરી હતી. વળી, દિવાળી વેકેશનમાં લોકો બહારગામ જતાં હોવાથી તસ્કરોનું કામ સરળ બની ગયું છે. જેથી છેલ્લા 5 દિવસમાં ચોરીના 11 જેટલા બનાવો નોંધાયા છે. જેનાથી પોલીસની ઊંઘ હરામ થઇ ગઈ છે. પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગનાં મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ, ચોરીના વધતાં આંકડા પોલીસના દાવાની પોલ ખુલ્લી પાડે છે.

Intro:-ઓદ્યોગિક નગર અંકલેશ્વરમાં ૫ દિવસમાં ચોરીના ૧૧ બનાવોથી પોલીસની કામગીરી સામે સવાલ
-શિયાળાની દસ્તક સાથે જ ચોરીના બનાવોમાં વધારો
-પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા તસ્કરો
Body:ઓદ્યોગિક નગર અંકલેશ્વરમાં ૫ દિવસમાં ચોરીના ૧૧ બનાવોથી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.વેકેશનનો માહોલ અને શિયાળાની દસ્તક સાથે જ અંકલેશ્વરમાં ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે Conclusion:અંકલેશ્વરમાં વાહન ચોરી , ઘરફોડ ચોરી અને ચીલઝડપના બનાવોએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. નાઈટ પેટ્રોલિંગ અને ચોકસાઇના પોલીસના દાવાઓ સામે દરરોજ થતી ચોરીઓ સ્થાનિકોમાં અસલામતીની ભાવના ઉભી કરી રહી છે. દિવાળી , પછી અયોધ્યા ચુકાદો અને ઇદેમિલાદમાં પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહી તો જાણે તસ્કરોને મોકલું મેદાન મળી ગયું હોય તેમ ચોરીના ઉપરા છાપરી બનાવો નોધાયા છે.દિવાળી વેકેશનમાં લોકો મકાન બંધ કરી બહાર ગામ જતા હોય છે જેનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે.અંકલેશ્વરમાં છેલ્લા ૫ દિવસમાં ચોરીના ૧૧ જેટલા બનાવો નોધાયા છે.આ બનાવો પર નજર કરીએ તો

૮ નવેમ્બરે કોટક મહેન્દ્રા બેંક પાસે ચીલઝડપ રૂપિયા ૩ લાખની ચોરી
૮ નવેમ્બરે વિશાલ જવેલર્સમાં ચોરી રૂપિયા ૧ લાખથી વધુના માલમત્તાની ચોરી
૮ નવેમ્બરે સારંગપુર ગામમાંથી ૨ બાઈકની ચોરી

૯ નવેમ્બરે સન પ્લાઝા પાસે પાર્ક કરેલ ઈકો કારની ચોરી
૯ નવેમ્બર જીતાલી ગામમાં બે મકાનમાંથી રૂપિયા ૧.૯૦ લાખનાં માલમત્તાની ચોરી
૯ નવેમ્બર બ્રિજ નગરમાં મકાનમાં ચોરી

૧૦ નવેમ્બર મોચી વાડના બંધ મકાનમાં ચોરી
૧૦ નવેમ્બર બોરીદ્રા ગામે બે મકાનમાંથી રૂપિયા ૭૨૦૦૦ના માલમત્તાની ચોરી
૧૦ નવેમ્બર રાધેપાર્ક સોસાયટીમાં મકાનમાંથી રૂપિયા ૧.૯૦ લાખના માલમત્તાની ચોરી

૧૧ નવેમ્બરે ચૌટા બજારના બે મકાનમાં તાળા તૂટ્યા હતા

૧૨ નવેમ્બરે સારંગપુર ગ્રામપંચાયતનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કરાયો

આમ અંકલેશ્વરમાં છેલ્લા ૫ દિવસમાં ચોરી ચીલઝડપ અને વાહન ચોરીના કુલ ૧૧ બનાવો નોધાયા છે જેનાથી પોલીસની ઊંઘ હરામ થઇ ગઈ છે.પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગનાં મોટા દાવા કરવામાં આવે છે પરંતુ આ આંકડા પોલીસના દવાની પોલ ખોલી નાખે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.