ETV Bharat / state

બનાસ મેડીકલ કોલેજમાંથી કર્મચારીઓને છૂટા કરી દેતા સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ - gujarat

બનાસકાંઠાઃ એક વર્ષ અગાઉ પાલનપુર સિવિલ હોસ્પિટલ બનાસ મેડીકલ કોલેજને સોંપવામાં આવી છે, જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી વર્ગ ચારના કર્મચારીઓ કોન્ટ્રાક્ટર દ્વારા નિમવામાં આવતા હતા. આ વર્ષે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ મળતા તેમણે જૂના કર્મચારીઓને છૂટા કરી દીધા હતાં. અહીં કામ કરતા કર્મચારીઓનો પગારમાં પણ ઘટાડો કરી નાખ્યો છે. સમગ્ર મામલે વારંવાર ધરણા અને રજૂઆત છતાં કોઈપણ કામ ન થતાં આખરે 7 લોકોએ ફીનાઈલ પી આત્મહત્યાની કોશિશ કરી હતી.

bns
author img

By

Published : Jul 19, 2019, 10:05 PM IST

કર્મચારીઓ છેલ્લા કેટલાય વર્ષોથી અહીં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા. ત્યારે એકાએક તેમને છૂટા કરતાં હવે પરિવારનું ગુજરાન કઈ રીતે કરવું તે સૌથી મોટો સવાલ હતો. આજે માનસિક તણાવમાં આવી ચાર કર્મચારીઓએ ફીનાઈલ પી આત્મહત્યાની કોશિશ કરી છે.

આ મામલે બનાસ મેડિકલ કોલેજના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર મામલો કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ વચ્ચેનો છે. બનાસ મેડિકલ કોલેજ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવે છે. જ્યારે કર્મચારીઓની નિમણૂંક અને પગાર કોન્ટ્રાક્ટ એજન્સી ચૂકવે છે. કર્મચારીઓના પ્રશ્ન મામલે કોન્ટ્રાક્ટર સાથે પણ ચર્ચા કરી તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે સૂચના આપવામાં આવી છે.

બનાસ મેડીકલ કોલેજના વર્ગ ચારના કર્મચારીઓએ ફીનાઈલ પી આત્મહત્યાની કરી કોશિશ

કોન્ટ્રાક્ટ એજન્સી બદલાતા સમગ્ર મામલો બન્યો છે. જયારે કર્મચારી વર્ષોથી કાર્યરત હોવાથી હવે તેઓ બીજી જગ્યાએ રોજગાર માટે જાય તેમ પણ નથી. અત્યારે તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તો તેમના પરિવાર ઘેરાયેલા આફતના વાદળો દૂર થાય તેમ છે.

Intro:લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા. 19 07 2019

સ્લગ.......ફીનાઇલ ગટગટાવ્યું

એન્કર .......આજે બનાસ મેડીકલ કોલેજના વર્ગ ચાર ના કર્મચારીઓએ ફીનાઈલ પી આત્મહત્યા ની કોશિશ કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા છુટા કરતા કર્મચારીઓ ન છૂટકે આત્મહત્યા કરવાની કોશિશ કરી....

Body:વી.ઓ. .....એક વર્ષ અગાઉ પાલનપુર સિવિલ હોસ્પિટલ બનાસ મેડીકલ કોલેજ ને સોંપવામાં આવી. છેલ્લા કેટલાય વર્ષોથી વર્ગ ચાર ના કર્મચારીઓ કોન્ટ્રાક્ટર દ્વારા નિમવામાં આવતા હતા. આ વર્ષે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ મળતા તેને જુના કર્મચારીઓને છુટા કર્યા જ્યારે તેમનો પગાર પણ ઓછો કર્યો હતો. સમગ્ર મામલે વારંવાર ધરણા અને રજૂઆત છતાં કોઈપણ કામ ન થતાં આખરે આજે 7 લોકોએ ફીનાઈલ પી આત્મહત્યા ની કોશિશ કરી. કર્મચારીઓ છેલ્લા કેટલાય વર્ષોથી અહીં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા. ત્યારે એકાએક તેમને છુટા કરતાં હવે પરિવાર નું ગુજરાન કઈ રીતે કરવું તે સૌથી મોટો સવાલ હતો. આજે માનસિક તણાવમાં આવી ચાર કર્મચારીઓ ફીનાઈલ પી આત્મહત્યા ની કોશિશ કરી છે.

બાઈટ ....... લક્ષ્મીબેન પરમાર, કર્મચારી

(અમને પગાર ઓછો આપે છે, અમને હેરાન કરી છુટા કર્યા છે)

બાઈટ ....... વિનોદ રાઠોડ , કર્મચારી

(અમને નોકરીમાંથી કોન્ટ્રાક્ટરે છુટા કર્યા છે, અમારે ક્યાં જવું)

વી.ઓ........આ મામલે બનાસ મેડિકલ કોલેજ ના સત્તાધીશો ના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર મામલો કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ વચ્ચે નો છે. બનાસ મેડિકલ કોલેજ કોન્ટ્રાક્ટર ને નાણાં ચૂકવે છે. જ્યારે કર્મચારીઓની નિમણુંક અને પગાર કોન્ટ્રાક્ટ એજન્સી ચૂકવે છે. કર્મચારીઓના પ્રશ્ન મામલે કોન્ટ્રાક્ટર સાથે પણ ચર્ચા કરી તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે સૂચના અપાઈ છે.

બાઈટ ....... ડો. જવાહર , કેમ્પસ ડાયરેક્ટર, બનાસ મેડિકલ કોલેજ

(કર્મચારીના પ્રશ્નો ના નિરાકરણ મામલે યોગ્ય નિરાકરણ ની સૂચના અપાઈ છે)

Conclusion:વી.ઓ........કોન્ટ્રાક્ટ એજન્સી બદલાતા સમગ્ર વિષય બન્યો છે. જયારે કર્મચારી વર્ષોથી કાર્યરત હોવાથી હવે તેઓ બીજી જગ્યાએ રોજગાર માટે જાય તેમ પણ નથી. અત્યારે તેમના પરિવાર નું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે કર્મચારીઓના પ્રશ્નો નું યોગ્ય નિરાકરણ આવે તો તેમના પરિવાર ઘેરાયેલા આફતના વાદળો દૂર થાય.........

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.