ETV Bharat / state

અંબાજી-દાંતામાં બનાવાયેલા ચેકડેમો ભ્રષ્ટાચાર થયા હોવાની ચાડી ખાઈ રહ્યાં છે...

author img

By

Published : Jun 4, 2019, 2:56 AM IST

અંબાજી: રાજ્ય સરકાર આદિવાસી પ્રજાઓને લઈને આદિવાસી વિસ્તારમાં અનેક યોજનાઓ બનાવાઈ છે. પરંતુ તેનું મોનિંટરિંગ યોગ્ય રીતે ન થતાં લાખો રૂપિયાના કામમાં વેઠ ઉતારવામાં આવે છે. આવો જ એક કિસ્સો અંબાજી-દાંતા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.

અંબાજી-દાંતામાં બનાવાયેલા ચેકડેમો ભ્રષ્ટાચાર થયા હોવાની ચાડી ખાઈ રહ્યાં છે...

હાલમાં અંબાજી-દાંતા પંથકમાં પાણીનો પ્રશ્ર વિકટ બની રહ્યો છે. ત્યારે આ સમસ્યાને લઈને આદિવાસી લોકોને દુર-દુર જઈને પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે છે. સાથે જ ઢોરના હવાડા પણ ખાલીખમ પડ્યા છે. આ ઓછું હોય એમ દાંતા તાલુકાના મહત્તમ આદિવાસીને પછાત વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં ખેડૂતો માત્ર ખેતી પર જ જીવનનિર્વાહ ચલાવે છે. ત્યારે ખેતીવાડીમાં ઉપયોગી થઈ શકે તેમજ પાણીના તળ ઉંચા આવે તે માટે અંબાજી-દાંતા પંથકમાં અનેક ચેકડેમો બનાવવામાં આવ્યા છે. આ ચેકડેમાની પરિસ્થિતિ જોતા ચેકડેમ બનાવવામાં આવ્યા છે, તે જાણે કે સરકારને લાંછન લગાડે છે તેવું કામ કર્યું છે.

અંબાજી-દાંતામાં બનાવાયેલા ચેકડેમો ભ્રષ્ટાચાર થયા હોવાની ચાડી ખાઈ રહ્યાં છે...

આ ચેકડેમો લાખો રૂપિયાના ખર્ચમાં બનાવવામાં આવ્યા છે. જેમાં એક ઈંચ પણ પાણી રોકાઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ચોમાસામાં પાણીનો ધસારો વધુ આવતા ભ્રષ્ટાચારથી બનેલા ચેકડેનો તુટી જતા હોય છે. જો કે આ બાબતને અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરીએ પણ આ વાસ્તસિકતા સ્વીકારી છે. સાથે જ નાના-નાના ચેકડેમને બદલે એક મોટો ચેકડેમ બનાવવાની માગ પણ કરી હતી.

જો કે આ મામલે અંબાજીના સરપંચે પણ આ ચેકડેમ તકલાદી બનાવ્યા હોવાનું જણાવ્યું છે. અંબાજી-દાંતા પંથકમાં અનેક ચેકડેમો તો બનાવાયા છે. પરંતુ તેમાં મોટા ભાગના ખંડિત થઈ ગયા છે, જે ભ્રષ્ટાચાર થયા હોવાની ચાડી ખાય છે. આ સમસ્યાને લઈને હાલમાં ગુજરાત સરકારે રાજ્યભરમાં જળસંચય માટે યોજના લાગુ કરી છે. પરંતુ અંબાજી-દાંતાની ભૌગોલિક પરિસ્થિતિ ઢાળ-ઢોળાવવાળી હોવાના કારણએ પાણીનો સંગ્રહ થઈ શકે તેવી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી.

ગબ્બર પાછળ આવેલી તેલીયા નદી પર મોટો ચેકડેમ બનાવવામાં આવે તો અંબાજી સહિત 40 ઉપરાંતના ગામડાઓને પાણીની સાથે આ વિસ્તારમાં પ્રવાસન ધામ તરીકે પણ વિકસિત થઈ શકે તેમ છે.

  R_GJ_ ABJ_01_03 JUN _ VIDEO STORY _ TUTELE CHEK DEM _CHIRAG  AGRAWAL

 LOCATION – DANTA

  (VIS AND BYIT IN FTP)

 ANCHOR  

                  રાજ્ય સરકાર દ્વારા આદીવાસી પ્રજાલક્ષી ને આદીવાસી વિસ્તારમાં અનેક યોજના ઓ બનાવે છે. પણ તેનું મોનીટરીંગ યોગ્ય ન થતાં લાખ્ખો રૂપીયા ના કામમાં વેઠ વાળવામાં આવે છે. તેવોજ કિસ્સો અંબાજી - દાંતા પંથકમાં જોવા મળી રહ્યો છે. જોઈએ એક વિશેષ અહેવાલ.......

વીઓ-1     હાલ માં અંબાજી –દાંતા પંથક માં પાણી નો પ્રશ્ન પેચીદો બની રહ્યો છે આદીવાસી લોકોને દુરદુર જઈને પીવાના પાણી ની વ્યવસ્થા રપવી પડે છે ઢોરો ના હવાડા ખાલીખમ પડ્યા છે એટલુજ નહી દાંતા તાલુકો મહત્તમ આદીવાસી ને પછાત વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં ખેડુતો માત્ર ખેતીવાડી આધારીત જીવનનિર્વાહ ચલાવે છે. ત્યારે ખેતીવાડી માં ઉપયોગી બની શકે ને સાથે પાણી ના તળ ઉંચા આવે તેનાં માટે અંબાજી- દાંતા પંથકમાં અનેક ચેકડેમો બનાવવામાં આવ્યા છે. પણ બનેલાં આ ચેકડેમો ની આજ ની પરીસ્થીતી જોતા ચેકડેમ બનાવેલાં જે તે વિભાગે કામ કર્યુ છે........ તે સરકાર ને લાંછન લગાડે તેવું કામ કર્યુ છે. લાખ્ખો રૂપીયા ના ખર્ચે બનેલાં આ ચેકડેમો એવાં થઇ ગયા છે. જ્યાં એક ઇંચ પણ પાણી રોકાઇ શકે તેવી પરીસ્થીતીમાં નથી...... એટલુંજ નહીં આ વિસ્તાર ની ભૌગાલીક પરીસ્થીતી ના કારણે ચોમાસામાં પાણી નો આવરો ભારે હોવાથી ભ્રષ્ટાચાર ભર્યા આ બનેલાં ચેકડેમો તુટી જતા હોય છે જોકે આ બાબતને અંબાજી ગ્રામ પંચાયત ના સેક્રેટરી એ વાસ્તવીકતા ને સ્વીકારી છે ને હવે આવા નાના ચેકડેમ નહી પણ એક મોટો ડેમ તેલીયાનદી ઉપર બનાવવા ની માંગ કરી રહ્યા ચે ને  તોજ પાણી નો સંગ્રહ થઈ શકે તેમ જણાવી રહ્યા છે 

બાઇટ-1 વી.ડી.જોશી (સેક્રેટરી,ગ્રામ પંચાયત )અંબાજી

વીઓ-2   જોકે આ મામલે અંબાજી ના સરપંચે પણ પોતાનો સુર પુરાવ્યો છે ને આ ચેકડેમ તકલાદી બન્. બોવા નુ જણાવી રહ્યા છે ........અંબાજી-દાંતા પંથકમાં અનેક ચેકડેમો બનાવાયા છે. જેમાં મોટા ભાગનાં ચેકડેમો ટુટીજતાં કામમાં ભ્રષ્ટાચાર થયાં ની ચાડી ખાઇ રહ્યુ છે. એટલુંજ નહીં કેટલાંક ચેકડેમો જે માટી થી ભરાઇ ગયા છે જોકે આ હકીકત જોતા  રાજ્ય સરકાર દ્વારા જળ સંચય અભીયાન શરુ કરાયુ છે તે કેટલુ પારંગત સાબીત થાય છે તેતો ચોમાસુ આવતાજ ખહક પડી જશે

બાઇટ-2  રામાઅવતાર અગ્રવાલ ( સરપંચ,ગ્રામ પંચાયત) અંબાજી

વીઓ-3  જોકે અંબાજી-દાંતા પંથકમાં બનેલાં ચેકડેમો જે હાલમાં ટુટેલાં ને ભંગાર હાલતમાં છે ને માટી થી ભરેલાં ચેકડેમો જે લાખ્ખો રૂપીયા ખર્ચવા છતાં આજે નક્કામાં થઇ પડ્યા છે.જે દયનીય હાલત જોઈ ગરીબ આદીવાસી ખેડુત અત્યંત દુખી છે .....ડેમ તુટ્યા, પાણી ગયુ, ખેતી ન થઈ, ને ઓછામાં વત્તુ પોતાની જમીન નુ ધોવાણ પણ થયુ..આવા માં આદીવાસી ખેડુત ચોમાસા માં એકમાત્ર ખેતી કરી શકે છે શિયાળુ પાક પણ લઈ શકતા નથી

બાઈટ – 03 સંકરભાઈ ડુંગાઈચા( આદીવાસી ખેડુત ) કુંભારીયા

 વીઓ – 04  જોકે હાલ માં ગુજરાત  સરકારે રાજ્ય ભર માં જળ સંચય માંટે યોજના લાગુ કરી છે પણ અંબાજી દાતા પંથક ની ભૌગોલીક પરીસ્થીતી ઢાળ ઢોળાવ વાળી હોવાથી પાણી નો સંગ્રહ થઈ શકે તેવી કોઈજ વ્યવસ્થા નથી જો ગબ્બર પાછળ તેલીયાનદી ઉપર મોટો ચેક ડેમ બનાવવામાં આવે તો અંબાજી સહીત 40 ઉપરાંત ગામો ને પાણી ની સાથે આ વિસ્તાર માં પ્રવાસન ધામ તરીકેપણ વિક્સીત પામી શકે તેમ છે 

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી,બનાસકાંઠા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.