- પાલનપુર શહેરમાં આવેલી છે રાષ્ટ્રીયકૃત બેંક ઓફ બરોડા
- બેંકના કામકાજ માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ
- રાષ્ટ્રીયકૃત બેંકમાં જ કોવિડ ગાઈડલાઈનનો ભંગ
બનાસકાંઠાઃ દેશભરમાં કોરોના વેક્સિન આવ્યા બાદ પ્રજાજનો કોરોના બાબતે લાપરવાહ બની ગયા હોય તેવા વરવા દ્રશ્યો પ્રકાશમાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરની બેંક ઓફ બરોડામાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે. છતાં બેંકના સત્તાધીશો મુકપ્રેક્ષક બની તમાશો જોતાં રહ્યા હતા.
બેંક ઓફ બરોડાની શાખામાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ
કોરોના વેકસીન આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ દરરોજ સોશિયલ ડિસ્ટન્સ ભંગના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. આજે પાલનપુર શહેરના અમીર રોડ વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ હતી.સરકારી કામકાજ અર્થે લોકો મોટી સંખ્યામાં બેંકમાં આવા હતા પરંતુ બેંકના ઉપસ્થિત કર્મચારીઓની બેદરકારીના લીધે સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.
આવી બેદરકારીથી તો ફરીથી કોરોના વકરવાની સંભાવના!!
પાલનપુરમાં બેન્ક ઓફ બરોડામાં કોઈ જ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હોતું. તેમજ બેંકમાં ફરજ પર હાજર કર્મચારી અધિકારીઓએ પણ કોઈ જ પ્રયત્નો નહિ કરતાં લોકો મોટી સંખ્યામાં એકબીજાની નજીક ઉભેલા જોવા મળ્યાં હતા. બેંક તંત્રની આવી બેદરકારીને લીધે કોરોના વધુ ફેલાવવાની ભીતિ પણ સેવાઇ રહી છે. દેશમાં વેક્સિન ભલે આવી હોય પરંતુ હજી કોરોના ગયો નથી માટે આવી બેદરકારી ફરીથી કોરોના સંક્રમણનું પ્રમાણ વધારી શકે તેમ છે. તેમ જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું.