- સપ્રેડામાં નરેગા યોજનામાં ભષ્ટ્રાચાર થયાનો ગ્રામજનોનો આક્ષેપ
- ગેરરીતિઓ તપાસ કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત
- ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપી
બનાસકાંઠાઃ જિલ્લાના છેવાડે આવેલા વાવ તાલુકાના સપ્રેડા ગામમાં વર્ષ 2017-18 અને 2019 વર્ષમાં મનરેગા યોજનાની કામગીરી કરવામાં આવી હતી. તે કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ ગ્રામજનોને થતા સપ્રેડા ગામના મણવર દલરામભાઈ નાગજીભાઈ તેમજ અન્ય ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે જે ગામની અંદર પાઈપલાઈન, આર.સી.સી.રોડ જેવી અનેક પ્રકારની કામગીરી કરવામાં આવી છે. તે કામગીરીમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી દેવામાં આવ્યો છે. જેને લઈને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.
સરપંચ પણ ભષ્ટ્રાચારમાં સામેલ હોવાનું ગામલોકોએ જણાવ્યું
જો કે સપ્રેડા ગ્રામ પંચાયતના સરપંચ પોતે ખુદ આની અંદર સામેલ હોય અને જે કામગીરી લોકો પાસે કરાવવાની હતી, તે કામગીરીમાં આધુનિક મશીન વાપરીને કામગીરી કરવામાં આવી છે. જેથી એક બાજુ રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોને તેમને રોજીરોટી મળી રહે તેના માટે લાખો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ હકીકતમાં આ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી દેવામાં આવ્યું છે, જો કે ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અંદાજે 34 લાખ રૂપિયા ઉપરાંતની કામગીરી કરવામાં આવી છે. તે કામગીરીમાં સરપંચ પોતે ખુદ મોટા પ્રમાણમાં નરેગાની કામગીરી કરીને ભ્રષ્ટાચાર આચરી દેવામાં આવ્યો છે.
આરટીઆઇમાં માહિતી અધૂરી આપવામાં આવી હતી
જો કે સપ્રેડા ગામના જાગૃત લોકો દ્વારા આરટીઆઇ હેઠળ માહિતી માગવામાં આવી હતી, જે માહિતી પણ અધૂરી આપવામાં આવી છે. જેથી જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરીની અંદર ખુલ્લેઆમ ભષ્ટ્રાચાર દેખાઈ રહ્યો છે, તેને લઈને પૂરી માહિતી પાડવામાં આવી નથી.
જોબકાર્ડમાં દર્શાવેલ નામોમાં વિદ્યાર્થીઓ હતા જે સ્કુલમાં ભણતા હતા
જો કે જોબકાર્ડ અને મસ્ટરની અંદર જે નામો દર્શાવવામાં આવ્યા છે, તે અમુક વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણતા હોય તેવા લોકોના છે. આ કામગીરીની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરી દેવામાં આવ્યો છે. જેને લઇને જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ જવાબદાર નરેગા વિભાગને રજૂઆતો કરવામાં આવી છે, જો કે તમામ રજૂઆતોને લઈને સંતોષકારક જવાબ ન મળતાં ત્યા છૂટકે અરજદારો દ્વારા ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ બાબતે કંઈ તપાસ કરશે કે પછી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવશે તેવો અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.