બનાસકાંઠા: હાલમાં ચાલતા કોરોના રોગની મહામારીને કારણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉન અન્વયે કડક અમલીકરણ પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલની સુચના અનુસાર ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર એસ.વી.આહીર, તેમજ પોલીસ સ્ટાફ શૈલેષકુમાર અમૃતલાલ, દિલીપકુમાર છગનલાલ, મોતીભાઇ જોરાભાઇ ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉન દરમિયાન પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરસ થયેલો વીડિયો તેમના ધ્યાન પર આવ્યો હતો જેમાં વેપારી ગ્રાહક પાસેથી કોલાપુરી ગોળ, જેનો મૂળ ભાવ કિલોનો 60 રૂપિયા હોતો. જેના બદલે ગ્રહક પાસેથી કિલોના રૂપિયા-80/ની માગણી કરી હતી. રાજ્ય સરકારે નક્કી કરેલા ભાવ કરતા વધુ ભાવ લેતો હતા. જેના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.