ETV Bharat / state

બનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ, રોજના 6 હજાર લોકોને અપાય છે વેક્સિન - Attack on CNG pump

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાઈરસની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં લોકો આ મહામારીમાં સુરક્ષિત રહે તે માટે સરકાર દ્વારા તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી હતી, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે શનિવારથી 18 વર્ષ ઉપરના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રોજના 6 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

Banaskantha News
Banaskantha News
author img

By

Published : Jun 6, 2021, 5:01 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં વધારો
  • 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ
  • રોજના 6 હજાર લોકોને અપાય છે વેક્સિન
  • મોબાઈલમાં ઓનલાઈન વેક્સિન રજિસ્ટ્રેશનથી લોકો પરેશાન

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાઈરસની મહામારીએ ચારે બાજુ હાહાકાર મચાવી દીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસની મહામારીની શરૂઆત 50થી થઈ હતી, પરંતુ જે પ્રમાણે લોકોમાં સંક્રમણ વધ્યું હતું. તેના કારણે દિવસે દિવસે 200થી પણ વધુ કેસ સામે આવ્યા હતા. વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. જેના કારણે સતત ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત વર્તાઈ હતી અને આ અછતના કારણે અને સમયસર દર્દીઓને સારવાર ન મળતાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. હાલમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થયો છે.

બનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ

આ પણ વાંચો : ખેડા જિલ્લામાં 18થી 45 વર્ષના નાગરિકોના રસીકરણનો પ્રારંભ

18 વર્ષના લોકોનું રસીકરણ શરૂ

બનાસકાંઠા : જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાઈરસની મહામારીએ વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં અનેક લોકો આ મહામારીમાં મોતને ભેટ્યા હતા, ત્યારે લોકો કોરોના વાઈરસની મહામારીમાં સુરક્ષિત રહે તે માટે સરકાર દ્વારા લોકોને વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના તબક્કામાં 45 વર્ષ ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ વેક્સિનેશન કાર્યક્રમમાં 98 ટકા વેક્સિન આપવામાં આવતા બનાસકાંઠા જિલ્લાનો ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. જે બાદ હવે આજે શુક્રવારથી બનાસકાંઠા જિલ્લામાં 18 વર્ષ ઉપરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરની સૂચના પ્રમાણે વેક્સિનમાટે 30 સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સૌ પ્રથમ નગરપાલિકા વિસ્તારમાં આવતા લોકોને વેક્સિન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી બજારોમાં લોકોનું સંક્રમણ વધે નહીં. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના 6 હજાર લોકોને આરોગ્ય વિભાગની ટિમ દ્વારા વિવિધ સેન્ટરો પરથી વેક્સિન આપવામાં આવી રહી છે.

18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ
18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ

આ પણ વાંચો : સુરત જિલ્લામાં રસીકરણને લઈ યુવાઓમાં જોવા મળ્યો ઉત્સાહ

ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં તકલીફ

આજે શુક્રવારથી બનાસકાંઠા જિલ્લામાં તમામ સેન્ટરો પર વેક્સિન આપવાની શરૂવાત કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રોજના 6 હજાર લોકોને વેક્સિન આપવામાં આવે છે. એક સેન્ટર પર 200 લોકોનું રસીકરણ થાય છે, ત્યારે આજથી 18 વર્ષથી ઉપરના લોકોનું શરૂ થયેલા રસીકરણના કારણે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે આરોગ્ય સેન્ટર પર પહોંચ્યા હતા. જ્યાં વેક્સિન લેવા માટે લોકોએ પહેલા ઓનલાઈન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં સ્થળ યોગ્ય રીતે ન બતાવતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો આ તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સ્થળ પર જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોને તાત્કાલિક ધોરણે વેક્સિન મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટિમ દ્વારા પણ ઘરે ઘરે પહોંચી સર્વે કરવામાં આવી રહ્યો છે.

બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.