મહિના અગાઉ ડીસા રેલવે સ્ટેશન પરથી બિનવારસી બાળકી મળી હતી. આ ઘટનાની જાણ જીવદયા પ્રેમી જયેશભાઈ કોઠારીને થતાં તેઓ બાળકીની મદદ પહોંચ્યાં હતાં. તે સમયે બાળકીની તબિયત નાજુક હતી એટલે તેને સારવાર માટે ખાનગી ચિલ્ડ્રન હૉસ્પટલ ખાતે ખસેડી હતી, ત્યારબાદ તેમણે આ સમગ્ર ઘટનાની જાણ ડીસા ચાઈલ્ડ વેલ્ફેર અધિકારીને કરી હતી. બાળકીની હાલત વધુ ગંભીર થઈ રહી હતી. જેથી અધિકારીઓએ બાળકીની સારસંભાળની જવાબદારી પૂજા બહેન નામની મહિલાને શરતોને આઘિન લેખિત મંજૂરી સાથે સોંપી હતી.
બાળકીની હાલતમાં સુધાર થતાં તેની જવાબદારી ચાઈલ્ડ વેલ્ફેર અધિકારીને સોંપવાની હતી. તે અઠવાડિયામાં અધિકારીઓએ કોઈ પણ જાતની તપાસ કર્યા વિના બાળકીને બચાવનાર જયેશ કોઠારી વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેની સામે બાળકીની સંભાળ લેનાર પૂજા બહેને વિરોધ નોંધાવ્યો છે. સાથે જયેશભાઈ અને બાળકીને યોગ્ય ન્યાય અપાવવાની માગ કરી છે.
આમ, પોલીસનો સહારો લઈ બાળકીનો કબ્જો મેળવનાર અધિકારીઓ અને બાળકીની સંભાળ રાખનાર મહિલા વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. જેના પગલે બાળકીને મેળવવા માટેની ફરિયાદ ડીસા પોલીસ સ્ટેશનથી હાઈકોર્ટ સુધી કરવામાં આવી છે.