ETV Bharat / state

ખેતી બેન્કની ચૂંટણીમાં કાકા-ભત્રીજો આમને સામને - Palanpur News

બનાસકાંઠામાં હવે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેન્ક લી. એટલે કે ખેતી બેન્ક (kheti bank) ના જિલ્લા ડિરેક્ટર બનવા માટે કાકા- ભત્રીજો જંગે ચઢ્યાં છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય (Ex. MLA) ગોવાભાઇ દેસાઇની સામે તેમનો ભત્રીજો અને ભાજપના કલ્યાણ રબારી ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બન્ને ઉમેદવારોએ પોતાના સમર્થકો ડિરેક્ટરોને સાહેલગાહે પણ મોકલી દીધા છે.

Latest news of Banaskantha
Latest news of Banaskantha
author img

By

Published : Jul 29, 2021, 11:02 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી જંગ જામ્યો
  • સહકાર અને સરકારી ચૂંટણીઓમાં પક્ષના નેતાઓ આમને સામને
  • જમીન વિકાસ બેન્કની ચૂંટણીને લઇ ઉમેદવારોની તૈયારીઓ
  • જમીન વિકાસ બેન્કની ચૂંટણીમાં કાકા- ભત્રીજો આમને સામને

બનાસકાંઠા: તાજેતરમાં જિલ્લાનું રાજકારણ દિવસેને દિવસે ગરમાતુ જાય છે. જિલ્લામાં યોજાયેલી માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના સભ્યો ભાજપ સામે ચૂંટણી લડતા નજરે પડ્યા હતા. હવે આગામી સમયમાં યોજાનારી જમીન વિકાસ બેન્કની ચૂંટણી ((kheti bank election) ને લઇ પણ નવો વળાંક જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં કાકા- ભત્રીજા આમને સામને ઉમેદવારી કરાવી છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જિલ્લામાં યોજાતી ચૂંટણી હવે પક્ષના ઉમેદવારો સામે આવી રહ્યા છે. હાલમાં જિલ્લામાં સહકારી ચૂંટણી હોય કે પછી સરકારી ચૂંટણી હંમેશા દરેક પક્ષના લોકો આમને સામને આવી જાય છે.

kheti bank ની ચૂંટણીમાં કાકા-ભત્રીજો આમને સામને

જમીન વિકાસ બેન્કની ચૂંટણી

જિલ્લામાં હવે ખેતી બેન્કના જિલ્લા ડિરેક્ટર (District Director) બનવા માટે કાકો અને ભત્રીજાએ સામસામે બાંયો ચડાવી છે. આગામી 7 મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે ચૂંટણી યોજાવાની છે. જેમાં જિલ્લામાં કુલ 25 મતદારો છે. આમ તો આ બેન્કમાં 1999 થી જિલ્લા ડિરેક્ટર તરીકે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ બિનહરીફ ચૂંટાતા હતા પરંતુ આ વખતે તેમની સામે તેમનો ભત્રીજો અને ભાજપમાંથી કલ્યાણ દેસાઈ ચૂંટણી લડી રહ્યો છે.

આ પણ વાંચો: ક્ષેત્ર પંચાયતની મુખ્ય ચૂંટણીમાં ભાજપે 625થી વધુ બેઠકો પર મેળવ્યો વિજય

સમર્થકો સાહેલગાહે રવાના

બન્ને ઉમેદવારો ચૂંટણી જીતવા માટે અત્યારથી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તો બન્ને પોતપોતાના સમર્થક મતદારોને કોઈ ભરમાવી ન જાય તે માટે સાહેલગાહે મોકલી દીધા છે. કોંગ્રેસના ગોવાભાઇને હરાવવા માટે પ્રદેશ ભાજપમાંથી પણ જિલ્લાના ભાજપના આગેવાનોને કલ્યાણ રબારી તરફી મતદાન કરાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ચૂંટણી અંગે ઉમેદવાર કલ્યાણ રબારીએ જણાવ્યું હતું કે, ગોવાભાઈએ અત્યાર સુધી યુઝ એન્ડ થ્રોની નીતિ અપનાવી છે, મતદારોનો માત્ર મત મેળવવા ઉપયોગ કર્યો છે, ખેડૂતોના હિત સાચવવાને બદલે 10 ગણી વસુલ કરી છે એટલે મારો વિજય નિશ્ચિત છે.

આ પણ વાંચો: ખેતીબેન્કની ચૂંટણીમાં હરીફ અને બિનહરીફ બેઠકોની યાદી જાહેર, મહેસાણામાં ભાજપના જ બે ઉમેદવારો વચ્ચે જામશે ટક્કર

ગોવાભાઈ દેસાઈએ આ તમામ આરોપોને ફગાવ્યા

આ અંગે હરીફ ઉમેદવાર ગોવાભાઈ દેસાઈએ આ તમામ આરોપોને ફગાવ્યા હતા અને આ બેન્ક સરકારના નિયમો અને ગાઈડલાઈન (Rules and guidelines) મુજબ ચાલતી હોય છે. જેથી સરકાર જે નિયમો બનાવે અથવા આદેશ કરે તે પ્રમાણે જ કામ થતું હોય છે. અત્યારે તો જિલ્લા ડિરેક્ટર (District Director) બનાવા માટેની હોડમાં ઉમેદવારો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે, ત્યારે હવે 22 વર્ષથી શાસન કરતા ગોવાભાઇ દેસાઇ ડિરેક્ટર પદ રાખવામાં સફળ થાય છે કે પછી ભત્રીજો કાકાને ભારે પડે છે તે તો 7 તારીખે મતદાન બાદ જ ખ્યાલ આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.