- એક્ટિવ કેસ માટે 37 કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા
- કોરોનાની આ સાંકળ તોડવા વેપારી એસોસિએશનના અગ્રણીઓની એક બેઠક યોજાઈ
- અંબાજી કોમ્યુનિટી હોલમાં બેઠક યોજાવામાં આવી
બનાસકાંઠા: હાલમાં વધતાં જતાં કોરોનાની આ સાંકળ તોડવા અંબાજીના વેપારી એસોસિએશનના અગ્રણીઓની એક બેઠક અંબાજી કોમ્યુનિટી હોલમાં અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જોકે આ બેઠકમાં સતત વધતા કોરોનાના પોઝિટિવ કેસોને લઇ ચિંતા વ્યક્ત કરાઇ હતી. આગામી સમયમાં લોકો ભુલના ભોગ ન બને તે માટે સ્વૈચ્છિક લોકડાઉન માટેનો વિચાર વ્યક્ત કરાતા વેપારીઓ દ્વારા આવતી કાલે મંગળવારે સાંજનાં 5 વાગ્યા બાદ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાં તેમજ બુધવારથી સતત ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરી પોતાના વેપાર-ધંધા બંધ રાખવાની પણ ઉપસ્થિત અધિકારીઓ સાથે સહમતી અપાઈ હતી.
આ પણ વાંચો: બનાસકાંઠાના નેનાવામાં ગામના આગેવાનો અને સરપંચ દ્વારા સ્વયંભૂ લોકડાઉન
મંગળવારે સાંજના 5 વાગ્યા બાદ વેપાર-ધંધા બંધ
બુધવારથી સતત ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન તેમજ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાની જાહેરાત અંબાજીના વેપારી એસોસિએશનના અગ્રણીઓએ કરી હતી. શનિવારથી બપોરે 1 વાગ્યા બાદ સંપુર્ણપણે તમામ વેપારીઓ આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયના વેપાર-ધંધા અચોક્કસ સમય માટે બંધ રાખવાનું આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકનું PI, મામલતદાર, THO સહિતના તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહી કોરોનાની ચેઇન તોડવામાં સફળતા મળે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચો: કોરોનાને કારણે પાટણમાં રવિવારે બજારો સ્વયંભૂ બંધ રહ્યા
અધિકારીઓએ માઇક સાથે વાહન ફ્લેગ માર્ચ યોજી
હાલ અંબાજીમાં 37 કન્ટેઇન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર અંબાજીમાં કોરોનાની જાગૃતિ માટે લોકોમાં અવેરનેશ આવે એ માટે પોલીસ, રેવન્યુ,અધિકારી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓએ માઇક સાથે વાહન ફ્લેગ માર્ચ યોજી લોકોને કોરોનાથી બચવા માટે આહવાન કર્યુ હતું.