પાટણ એલ.સી.બી પોલીસે ત્રણ મહિના અગાઉ શહેરની જી.ઈ.બી ઓફીસ નજીક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરનાર બે શખ્સોને બાતમીના આધારે સિહોરી ત્રણ રસ્તા નજીકથી બંને ગુનેગારોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને શખ્સો લુંટનો મુદ્દામાલ વેચવા શહેર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ ઝડપાયેલા ઇસમો પાસેથી ચોરીના બે બાઈક પણ કબજે કર્યા છે.
હાલ બંને ઇસમોને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે સાથે જ રિમાન્ડ દરમિયાન અન્ય ચોરીઓ અને લુંટના પણ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.