ETV Bharat / state

અંબાજીમાં પાણી જન્ય રોગચાળો ફેલાય તેવી શક્યતા, જાણો શું છે કારણ?

અંબાજીઃ સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના ટાંકા તૂટેલા અને જર્જરિત હાલતમાં છે. જેના કારણે પાણી જન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે. જાણો આ સમગ્ર અહેવાલ...

અંબાજી
author img

By

Published : Jul 18, 2019, 1:22 PM IST

અંબાજી ગ્રામપંચાયત દ્વારા મોટા ટાંકાઓ બનાવી પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જેને લઈ ગુલઝારીપુરામાં આવેલા પાણીના ત્રણ ટાંકા માંથી મોટાભાગના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. હાલ આ પાણીના ટાંકા બિસ્માર અને જર્જરિત હાલતમાં છે. જેમાં ગંદકીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.

આ સાથે ટાંકામાં છતનો તૂટેલો કાટમાળ પણ જોવા મળી રહ્યો છે. જો કે આ મામલે અંબાજી ગ્રામપંચાયતના સરપંચને પૂછતાં તેમને નવો પદભાર સંભાળ્યા હોવાનું કહી આ જવાબદારીમાંથી છૂટવાની કોશિશ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતુ કે, આ અંગે તપાસ કરાવીશ અને કાર્યવાહી કરીશ તેવી સુફિયાણી વાતો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ટાંકામાંથી માત્ર અંબાજીના રહેણાંકો જ નહીં પણ અંબાજીની હોટલ અને ગેસ્ટહોઉસોમાં પણ પાણી આ જ ટાંકાઓમાંથી પહોંચાડવામાં આવતું હોય છે. મહત્વનુ છે કે, અંબાજી ખાતે થોડા સમય બાદ ભાદરવી પુનમનો મહામેળો યોજાશે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય પગલાં લે તે જરૂરી બન્યું છે.

અંબાજીમાં પાણી જન્ય રોગચાળો ફેલાય તેવી શક્યતા,જોણો શું છે કારણ

Intro:R_GJ_ ABJ_01_ 17 JULY_VIDEO STORY_GANDU PANI _CHIRAG AGRAWAL
LOKESAN-- AMBAJI

Body:એંકર- યાત્રાધામ અંબાજી માં સમગ્ર શહેર ને પીવાનું પાણી પૂરું પડતા પાણી ના ટાંકા તૂટેલા અને જર્જરિત હોવાથી પાણી જન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે....... જોઈએ એક ખાસ અહેવાલ
વીઓ-1 અંબાજી શહેર માં સેંકડો રહેણાંક ના મકાનો આવેલા છે જ્યાં 20,000 ઉપરાંત ની માનવ વસ્તી વસવાટ કરે છે જ્યાં અંબાજી ગ્રામપંચાયત દ્વારા મોટા ટાંકા બનાવી પીવા નું પાણી પહોંચાડવા ની વ્યવસ્થા કરતી હોય છે જેને લઈ ગુલઝારીપુરા માં આવેલા પાણી ના ત્રણ ટાંકા માંથી મોટાભાગ ના વિસ્તારો માં પાણી પહોંચાડતું હોય છે આજે એ પાણી ના ટાંકા બિસ્માર ને જર્જરિત થઇ જતા ગંદકી નો ઉપદ્રવ આ ટાંકા માં જોવા મળી રહ્યું છે પાણી ના બે મોટા ટાંકા જે ઢાંકણા વગર ખુલા પડ્યા છે ને એક પાણી ના ટાંકા ઉપર ની છત તૂટી જતા પાણી માં ભારે ગંદકી સાથે તૂટેલો કાટમાળ જોવા મળી રહ્યો છે જોકે આ ટાંકા ઓ માં પક્ષીઓ કે અન્ય કોઈ જીવાત પાણી માં પડે તેવું ગંદુ પાણી આખા ગામ ને પીવાનો વારો આવે .... ને જેને લઈ મોટો રોગચાળો પણ ફાટી નીકળે તેવી દહેશત જોવા મળી રહી છે
બાઈટ-1 વીરાજી વણજારા (સ્થાનિક રહેવાસી)અંબાજી
વીઓ-2 જોકે આ મામલે અંબાજી ગ્રામપંચાયત ના સરપંચ ને પૂછતાં તેમને નવો પદભાર સાંભળ્યા હોવાનું કહી આ જવાબદારી માંથી છૂટવાની કોશિશ કરી તપાસ કરાવીશ,ને પગલા લઈશ તેવી સુફિયાણી વાતો કરી રહ્યા છે
બાઈટ-2 કલ્પનાબેન પટેલ (સરપંચ ,ગ્રામપંચાયત)અંબાજી
વીઓ-3 આ ટાંકા માંથી અંબાજી ના રહેણાંકો જ નહીં પણ અંબાજી ની હોટલ અને ગેસ્ટહોઉસ ઓ માં પણ પાણી આ ટાંકાઓ માંથી જ પહોંચાડવામાં આવતું હોય છે ને અંબાજી ખાતે થોડા સમય બાદ ભાદરવી પુનમ નો મહામેળો ભરાનાર છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ તાકીદે આ બાબતે યોગ્ય ઘટતા પગલાં લે તે જરૂરી બન્યું છે ........

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.