- ડીસામાં ત્રણ ડિગ્રી તાપમાન નીચું જતા લોકો ઠંડીમાં ઠુઠવાયા
- ડીસાના લોકો સવારે ચાલવા નીકળતા દરરોજ પીવે છે આયુર્વેદિક સૂપ
- 20 વર્ષથી ડીસાના પ્રવીણ નાઈ સૂપનું ચાલે છે સેન્ટર
બનાસકાંઠાઃ ઠંડીનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ત્યારે ઉત્તર ભારતમાં ભારે હીમવર્ષાના કારણે તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લા પર જોવા મળી રહી છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં ઠંડીનો પારો દિન-પ્રતિદિન ગગડીને 9 ડિગ્રી થતા તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે.
![બનાસકાંઠાના ડીસામાં ઠંડી વધતા લોકો હવે આયુર્વેદિક ઉકાળાના સહારે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10394697_thandi_c_gj10014.jpg)
ઠંડીથી બચવા ડીસાના લોકો અવનવા રસ્તા અપનાવે છે
ઠંડીથી રક્ષણ મેળવવા લોકો અવનવા કિમીયા અપનાવે છે. આમ, તો લોકો શિયાળાની ઋતુની શરૂઆત થતા જ લોકો કસરત કરવા સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીમાં નીકળી પડતા હોય છે અને સવારે તમામ રસ્તાઓ લોકોની અવર-જવરથી ઊભરાયેલા જોવા મળે છે. ઠંડી સામે ગરમ કપડાં તેમ જ વહેલી સવારે મોર્નિંગ વોક કરી ડીસાના એરપોર્ટ નજીક આવેલા ઔષધી ઉકાળા તેમ જ કઠોળના જ્યુસ સેન્ટર પર લોકો પોતાનું આરોગ્ય સારું રહે તેમાટે વહેલી સવારે ઔષધિ ઉકાળા તેમજ કઠોળ ના જ્યુસનું સેવન કરતા નજરે પડી રહ્યા છે.
![બનાસકાંઠાના ડીસામાં ઠંડી વધતા લોકો હવે આયુર્વેદિક ઉકાળાના સહારે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10394697_thandi_b_gj10014.jpg)
ડીસામાં છેલ્લા 20 વર્ષથી એરપોર્ટ નજીક ઔષધી ઉકાળાનું સેન્ટર ચાલે છે. અહીં, શિયાળામાં લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા તેમ જ પોતાનું આરોગ્ય સારું રહે તે હેતુથી વહેલી સવારે ઔષધી ઉકાળા તેમ જ કઠોળના જ્યુસનું સેવન કરવા આવે છે. અહીં ટામેટા, મગ, પાલક, આમળા, દૂધી, ચણાના સૂપ, ઔષધી ઉકાળા, સરગવાનો સૂપ, ગાજર-બીટનો સૂપ વગેરે સૂપનું સેવન કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે તો બીજી તરફ લોકો પોતાના ઘરેથી પણ આ સૂબ લેવા માટે મોડે સુધી પ્રવીણભાઈના સેન્ટર પર આવે છે.
ડીસામાં ઠડીનો પારો ઘટી જતા લોકો હવે સૂપના સહારે આવી ગયા છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ વધારે ઠંડી કહેર વરસાવશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.