- પાલનપુર ચિત્રાસની નજીક ખીમાણા ટોળપલાઝા પર હંગામો
- પાલનપુર અને દાંતાના ધારાસભ્યની આગેવાનીમાં આસપાસના સ્થાનિક ખેડૂતો થતા એકત્રિત
- ટોલપ્લાઝા પાસે રહેનારા સ્થાનિકોને ફાસ્ટટેગમાંથી મુક્તિ આપવાની કરી માગ
- નેશનલ હાઇવે ઓથોરિટીએ સમસ્યાનું નિરાકરણ લાવવાની આપી ખાત્રીબનાસકાંઠા
બનાસકાંઠા: કેન્દ્ર સરકાર દ્વારા ટોલપ્લાઝા પરથી પસાર થતા વાહનોને ફાસ્ટટેગનો નિયમ લાગુ કરાયો છે. જેને લઇ હવે ટોલપ્લાઝા પરથી પસાર થતા વાહનોમાં ફાસ્ટટેગ લગાવવુ જરુરી બન્યુ છે અને ફાસ્ટટેગ દ્વારા ઓનલાઇન ટેક્સ કરાયો છે. જેને લઈને ટોલપ્લાઝા આસપાસના ગામોના લોકોને ટોલપ્લાઝા પરથી પસાર થવામાં મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ટોલપ્લાઝા આસપાસના વિસ્તારના ગ્રામજનોને પડતી હાલાકીને લઇ ગ્રામજનો પાલનપુર ધારાસભ્ય સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને ફાસ્ટેગનો નિયમ રદ કરવા આવેદન પાઠવી રજુઆત કરાઈ હતી અને જો નિયમ રદ નહીં થાય તો બે દિવસમાં આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.
સ્થાનિકોને હાલાકીનો અંત લાવવાની બાંહેધરી આપતાં આંદોલન સમેટાયું
આવેદન પાઠવી તેના બીજા દિવસે જ ગ્રામજનો સહીત પાલનપુર અને દાંતાના ધારાસભ્યો ખેમાણા ટોલપ્લાઝા નજીક પહોચતા સ્થાનિકોનું આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તેને લઈ સઘન સુરક્ષા અર્થે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ટોલપ્લાઝા નજીક ગોઠવી દેવાયો હતો. જોકે ટોલપ્લાઝા પર પહોંચેલા સ્થાનિકો અને ધારાસભ્યોએ રોડ પર જ ધરણા કરી દીધા હતા. જોકે સમયસૂચકતા દાખવી હાઇવે ઓથોરિટીના અધિકારી સ્થળ પર પહોંચી જતા ધારાસભ્યો અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત બાદ હાઇવે ઓથોરિટીએ આગામી દિવસોમાં સ્થાનિકોને હાલાકીનો અંત લાવવાની બાંહેધરી આપતાં આંદોલન સમેટાયું હતું. જોકે સ્થાનિકોને હાલાકીનો અંત આવે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.