ETV Bharat / state

Banaskantha Slab collapse: પાલનપુર સ્લેબ ધરાશાયી ઘટનામાં GPC ડાયરેકટર સહિત 11 સામે ફરિયાદ, ઘટનામાં બે યુવાનનું થયું હતું મૃત્યું

બનાસકાંઠાના પાલનપુર આરટીઓ ચેકપોસ્ટ પર બની રહેલા એલિવેટેડ બ્રીજનો સ્લેબ ધરાશાયી થતાં બ્રિજ નીચે રિક્ષામાં બેસેલા બે યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં, ત્યારે પરિવાર એક જ માંગ કરી રહ્યો છે, કે જે તે જવાબદારો સામે ફરિયાદ દાખલ થાય અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી તેમની માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કરા કર્યો છે, અને પાલનપુરમાં સિવિલ હોસ્પિટલ આગળ રસ્તો જામ કરી સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

સ્લેબ ધરાશાયી ઘટનામાં બે યુવકોના મોત બાદ પરિવારમાં આક્રોશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 1:31 PM IST

Updated : Oct 24, 2023, 7:14 PM IST

સ્લેબ ધરાશાયી ઘટનામાં બે યુવકોના મોત બાદ પરિવારમાં આક્રંદ

બનાસકાંઠા: પાલનપુરમાં આરટીઓ ચેકપોસ્ટ પર છેલ્લા દોઢ-બે વર્ષથી એલિવેટેડ બ્રીજ કામ ચાલી રહ્યું છે. જે દરમિયાન ગઈકાલે (23 ઓક્ટોબર 2023)ના રોજ એકાએક બ્રિજનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્રીજ નીચે રીક્ષામાં બેસેલા બે યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યું નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતનું તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી. દરમિયાન બંને યુવાનોના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યાં હતાં અને પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી જેનાં પગલે તેમના પરિવારનાં સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.

ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહો સ્વીકારવાનો કર્યો ઈન્કાર

મૃતક પરિવારની માંગ: હવે આ મામલે પરિવારની એક જ માંગ છે કે, સરકાર જવાબદારો સામે પગલા લે, અને એલિવેટેડ બ્રિજનું કામ કરી રહેલાં જે પણ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો કે કંપની માલિકો સામેલ હોય તેમને કડકમાં કડક સજા મળે. જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહોને સ્વીકારવાનો પરિવારે ઈન્કાર કર્યો છે, તેમજ આ મામલે રોડ પર ચક્કાજામ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

સ્લેબ ધરાશાયી ઘટનામાં જીવ ગુમાવનાર યુવાનોના પરિવારજનોનો આક્રોશ

જવાબદાર સામે કાર્યવાહી થાય: આ બાબતે પરિવારે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આરટીઓ સર્કલ પાસે જે બ્રિજનો સ્લેપ ઘરાશાયી થયો છે, જેમાં તેમણે પોતાના પરિવારના બે દિકરા ગુમાવ્યાં છે. ઘટનાની આટલી કલાકો વિતી જવા છતાં તંત્રએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી અને જવાબદારો સામે પગલા ભર્યા નથી. તેથી તેમની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે જે કંપનીના કોન્ટ્રાક્ટર કે માલિક જે પણ વ્યક્તિ આ મામલે જવાબદાર હોય તેમની સામે ફરિયાદ દાખલ કરી તાત્કાલિક ધોરણે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.પરિવારજનોએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી.

બ્રિજ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

  • ગણેશભાઈ પરથીભાઇ ચૌધરી -GPC ડાયરેકટર
  • પાર્થ ગણેશભાઈ ચૌધરી
  • દલજીભાઈ પરથીભાઇ ચૌધરી
  • મહેન્દ્રભાઈ ગેમરભાઇ ચૌધરી
  • વિપુલકુમાર દલજીભાઈ ચૌધરી
  • દલીબેન ગણેશભાઈ ચૌધરી
  • તખીબેન દલજીભાઈ ચૌધરી

એન્જીનીયર:

  • જાલમાં રામ વણઝારા
  • સની ભાઈ મેવાડા
  • હાર્દિક પરમાર
  • નમન મેવાડા

શું કહ્યું જિલ્લા ક્લેક્ટરે: આ બાબતે ઈટીવી ભારત દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અરુણ બરનવાલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં કલેકટરે જણાવ્યું હતું કે, જે પ્રમાણે ઘટના ઘટી છે અને બે લોકોનાં મોત થયા છે, એ બાબતે હાલ પરિવાર મૃતકોના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું છે પરંતુ મૃતદેહ સ્વીકારવા માટે તેમની સાથે સમજાવટના પ્રયાસો શરૂ છે, આ ઉપરાંત કલેક્ટરે રાજકીય માણસોના ઇશારે પરિવાર મૃતદેહ ન સ્વીકારતા હોવાનું પણ જણાવ્યુ હતુ.

  1. Palanpur Flyover Slab Collapsed: RTO સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી, 3ના મોત
  2. Banas River: બનાસ નદીમાં ડૂબેલા યુવકનો બે દિવસ બાદ મળ્યો મૃતદેહ, આ વર્ષમાં આટલા લોકો બનાસ નદીમાં મોતને ભેટ્યા

Last Updated : Oct 24, 2023, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.