- વીજ વાયર તૂટતાં લાગી આગ
- ખેતરમાં પડેલો ઘાસચારો બળીને થયો ખાખ
- ગામલોકોએ મહામહેનતે આગ બુઝાવી
- વાવ તાલુકામાં ફાયરફાઇટરનો અભાવ
બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે વાવ તાલુકાના ચોથાનેસડા ગામે વીજ વાયર તુટતા ખેતરમાં પડેલ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.
વીજ વાયર તૂટતાં લાગી આગ
બનાસકાંઠાના સરહદી પંથકમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે વાત કરવામાં આવે તો વાવ તાલુકાના ચોથાનેસડા ગામે વીજ વાયર તૂટતા ખેતરમાં પડેલા ઘાસચારા પર આગ લાગી હતી. જે બાદ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગને કાબુમાં કરે તે પહેલાં ખેતરમાં પડેલ ઘાસ ચારો બળીને ખાખ થઈ ગયો હતો.
ચોથાનેસડા ગામે વીજ વાયર તૂટી પડતા ખેતરમાં પડેલો ઘાસચારો બળીને ખાખ ખેતરમાં પડેલો ઘાસચારો બળીને થયો ખાખબનાસકાંઠાના સરહદી પંથકમાં વાવ તાલુકાના ચોથાનેસડા ગામે ખેતરમાંથી પસાર થતી વિજલાઈન અચાનક તૂટી જતા ખેમજીભાઈ સંકરભાઈ તૂંવરના ખેતરમાં પડેલા ઘાસચારા પર વાયર પડતા આગ ભભૂકી ઉઠી હતી. જોકે ગામલોકોએ મહામહેનતે આગને કાબુમાં લીધી હતી પણ આગને કાબુ કરે તે પહેલાં ઘાસ ચારો બળીને ખાખ થઇ ગયો હતો.
ગામલોકોએ મહા મહેનતે આગ બુઝાવી
ખેતરમાં વિજલાઈન તૂટતા આગ લાગી હતી. જોકે આગ લાગતા ગામ લોકો દોડી આવ્યા હતા. આસપાસમાંથી પાણી લાવી મહામહેનતે આગ બુઝાવી હતી. જોકે આગને કાબુ કરે તે પહેલાં ખેતરમાં પડેલો ઘાસ ચારો બળીને ખાખ થઈ ગયો હતો.
વાવ તાલુકામાં ફાયર ફાઇટરનો અભાવ
બનાસકાંઠાના સરહદી પંથકમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે વાવ તાલુકામાં ફાયર ફાઇટર ના હોવાથી મુશ્કેલી પડે છે. જોકે ફાયર ફાઇટર થરાદ અને ભાભરમાંથી આવે ત્યાં સુધીમાં બધુંય બળીને ખાખ થઈ જતું હોય છે. જયારે સત્વરે ફાયર ફાઇટરની વાવ તાલુકામાં વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે.