- અંબાજી નજીક કોટેશ્ર્વર પાસે હીટ એન્ડ રનની ઘટના
- રાજસ્થાન વન વિભાગના ત્રણ કર્મચારીઓને ટક્કર મારી
- ત્રણેની ગંભીર, રાજસ્થાન આબુરોડ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા
અંબાજી: આજે બપોરે રાજસ્થાન વન વિભાગના ત્રણ કર્મચારીઓ મીન તળેટી ખાતે પોતાની ફરજ બજાવી અંબાજી તરફ આવી રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલી એક સફેદ બોલેરો કાર ચાલકે આ ત્રણે કર્મચારીઓને ટક્કર મારી હતી. આ ત્રણે કર્મચારીઓને પણ ખબર નથી કે આ ટક્કર કેમ મારી પણ કોઈ અંગત કારણસર આ ઘટના બની હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે, આ ત્રણે ટક્કરથી ઇજાગ્રસ્ત પામેલા વન વિભાગના કર્મચારીઓને હાલ અંબાજીની જનરલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક લાવી દેવામાં આવ્યા હતા. જ્યાં સારવાર ચાલી રહી છે અને ત્રણેયની ગંભીર હાલત હોવાથી ત્રણેયને રાજસ્થાન આબુ રોડ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: વલસાડ નજીક હિટ એન્ડ રનની ઘટના, ટેમ્પો ચાલકે ટક્કર મારતા બે યુવકના મોત
સફેદ કલરની એક બોલેરો કાર GJ 24 પાર્સિંગ હોવાનું જાણવા મળ્યું
સફેદ કલરની એક બોલેરો કાર GJ 24 પાર્સિંગ હોવાનું જાણવા મળ્યું છે. આ કર્મચારીઓ જ ખાખી વર્દીમાં હતા. તેમને પોલીસ સમજીને ટક્કર મારી હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. રાજસ્થાન વન વિભાગના આ કર્મચારીઓ પોતાની ફરજ બજાવીને અંબાજી રહેતા હોવાથી અંબાજી આવતા હતા. ત્યારે પાછળ આવી રહેલી સફેદ કલરની એક બોલેરો કાર GJ 24 પાર્સિંગ હોવાનું જાણવા મળ્યું છે. જેમને અલગ-અલગ થઈને કોટેશ્વર વિસ્તારમાં વન વિભાગના ત્રણ કર્મચારીઓને ટક્કર મારી ચાલક પોતાની કાર લઇને નાસી છૂટયો હતો. ત્યારબાદ 108 ગાડી મારફતે આ ત્રણેય કર્મચારી અંબાજીનો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ત્રણને ગંભીર ઇજાઓ થતા તેમને આબુ રોડ રીફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ડીસા નજીક હિટ એન્ડ રનની બની ઘટના, 1 નું મોત
પોલીસમાં ફરિયાદ નોંધીને ત્રણેયને તાત્કાલિક સારવાર મળે તે માટેની તજવીજ હાથ ધરી
ઈજાગ્રસ્ત કર્મચારીના જણાવ્યા પ્રમાણે બોલેરો કાર ચાલક સાથે કોઈ અંગત અદાવત નથી. હાલના તબક્કે તેમના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હોસ્પિટલની મુલાકાત લઇ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધીને ત્રણેયને તાત્કાલિક સારવાર મળે તે માટેની તજવીજ હાથ ધરી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર હોસ્પિટલની મુલાકાત લઇને આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.