ETV Bharat / state

ધાનેરાના એટા ગામમાં દફનાવેલા કિશોરનો મૃતદેહ 50 દિવસ બાદ કઢાયો, હવે પોસ્ટમોર્ટમ થશે

બનાસકાંઠામાં ધાનેરાના એટા ગામમાં 50 દિવસ પહેલા 14 વર્ષીય કિશોરનો મૃતદેહ મળ્યો હતો. આ કિશોરના મૃતદેહને દફન કરવામાં આવ્યો હતો. જોકે, કિશોરના પિતાની ફરિયાદના કારણે આ મૃતદેહને 50 દિવસ બાદ બહાર કાઢવામાં આવ્યો છે. મૃતકની હત્યા થઈ હોવાની ફરિયાદના કારણે પોલીસે આ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ધાનેરાના એટા ગામમાં દફનાવેલા કિશોરનો મૃતદેહ 50 દિવસ બાદ કઢાયો, હવે પોસ્ટમોર્ટમ થશે
ધાનેરાના એટા ગામમાં દફનાવેલા કિશોરનો મૃતદેહ 50 દિવસ બાદ કઢાયો, હવે પોસ્ટમોર્ટમ થશે
author img

By

Published : Feb 20, 2021, 10:19 AM IST

  • એટા ગામમાં 50 દિવસ બાદ કિશોરનો મૃતદેહ બહાર કઢાયો
  • પિતાની ફરિયાદના આધારે પુત્રનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો
  • કિશોરનું મોત ડૂબવાથી થયું છે કે પછી કરંટ લાગવાથી તે તો પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે
  • બનાસકાંઠા જિલ્લામાં વારંવાર હત્યાના બનાવોમાં વધારો

બનાસકાંઠાઃ ધાનેરા તાલુકાના એટા ગામમાં રહેતા 14 વર્ષીય જિગરનું 50 દિવસ પહેલા ખેતતલાવડીમાં પડતા ડૂબી જતા મોત થયું હતું, જેની દફનવિધિ પણ થઈ ગઈ હતી, પરંતુ મૃતકના પિતા આયદાનભાઈને સમગ્ર મામલે શંકા જતા ફરી પીએમ કરવાની માગ કરી હતી. તેમણે ધાનેરા મામલતદાર સહિત જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી, જેના આધારે આજે ધાનેરા પોલીસ, ડોક્ટર અને મામલતદારના સ્ટાફ સહિતની ટીમ દફનવિધિ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં વારંવાર હત્યાના બનાવોમાં વધારો

મૃતકના પિતાને શંકા જતા પોસ્ટમોર્ટમ કરાવવાની માગ કરી

મૃતકના પિતાનું માનીએ તો લોકોના કહેવા પ્રમાણે તેમના પુત્રનું મોત ખેત તલાવડીમાં ડૂબવાથી થયું છે તેમ માની લીધું પરંતુ તેની દફનવિધિ બાદ તપાસ કરતા જે જગ્યાએ તેને મૃત્યુ બતાવવામાં આવી રહ્યું છે. તે ખેતતલાવડીની ચારે બાજુ ઝટકા મશીનના તાર મૂકેલા છે તો તેમનો પૂત્ર અંદર કઈ રીતે પડ્યો તે અંગે તેમને શંકા ગઈ હતી અને જો તેમના પૂત્રનું ઝટકા મશીનના કરંટથી મૃત્યુ થયું હોય તો તે ખેતરમાલિક સહિત બે સામે હત્યાની ફરિયાદ થવી જોઈએ.

પિતાની ફરિયાદના આધારે પુત્રનો મૃતદેહ બહાર નીકાળી

ડૂબવાથી થયું છે કે પછી કરંટ લાગવાથી તે તો પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે

આ સમગ્ર ઘટનામાં અત્યારે તો પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ ખરેખર મૃત્યુ કયા કારણોસર થયું છે ડૂબવાથી થયું છે કે પછી કરંટ લાગવાથી તે તો પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે.

એટા ગામમાં 50 દિવસ બાદ કિશોરનો મૃતદેહ લાશ બહાર નીકાળી

બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પૈસાની લેવડદેવડ તેમ જ અંગત અદાવતમાં અને હત્યાના બનાવ બહાર આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા છ મહિનામાં અત્યારના બનાવો જાણે એના જેવા બની ગયા હોય તેમ અનેક હત્યાના બનાવો સામે આવ્યા છે ત્યારે પોલીસ આવા ગંભીર ગુના આચરનારા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરે તો જ આવનારા સમયમાં હત્યા જેવા ગંભીર ગુનાઓમાં ઘટાડો થઈ શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.