ETV Bharat / state

બનાસકાંઠાનો વિદ્યાર્થી રિઝલ્ટ જોઈને ખુશ નહીં પણ નિરાશ થયો, કારણ જાણીને તમે પણ કહેશો ઓ બાપ રે...

બનાસકાંઠા જિલ્લામાં થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં (Tharad Mial Primary School) શિક્ષકે વિદ્યાર્થીનું પરિણામ બનાવવામાં મોટો છબરડો (School negligence in Banaskantha ) કર્યો હતો. આ પરિણામમાં વિદ્યાર્થીને કુલ ગુણથી પણ વધુ ગુણ આપી દીધા હતા. તેને જોઈને વિદ્યાર્થી સહિત અનેક લોકોને ઝટકો લાગ્યો હતો.

બનાસકાંઠાનો વિદ્યાર્થી રિઝલ્ટ જોઈને ખુશ નહીં પણ નિરાશ થયો, કારણ જાણીને તમે પણ કહેશો ઓ બાપ રે...
બનાસકાંઠાનો વિદ્યાર્થી રિઝલ્ટ જોઈને ખુશ નહીં પણ નિરાશ થયો, કારણ જાણીને તમે પણ કહેશો ઓ બાપ રે...
author img

By

Published : May 9, 2022, 8:30 AM IST

બનાસકાંઠાઃ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામમાં સારા ગુણ જોઈને ખુશ થતા હોય છે, પરંતુ બનાસકાંઠામાં થરાદની મિયાલ ગામની પ્રાથમિક શાળાના (Tharad Mial Primary School) એક વિદ્યાર્થી સાથે ઊલટું થયું છે. કારણ કે, તે તેનું પરિણામ જોઈને ખુશ નહીં પણ હેરાન થયો હતો. કારણ કે, શિક્ષકે તેના પરિણામમાં મોટો છબરડો કર્યો હતો. થરાદ તાલુકાના મિયાલ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના (Tharad Mial Primary School) શિક્ષક કરસને પટેલ વિદ્યાર્થીનું પરિણામ (School negligence in Banaskantha) બનાવવામાં ભૂલ કરી હતી. જોકે, આ શિક્ષકે તો કોઈએ ન કરી હોય તેવી જ ભૂલ કરીને પોતાની મૂર્ખતાનું ઉદાહરણ આપ્યું હતું.

ગુણ જોઈને વિદ્યાર્થી પણ થયો હેરાન

ગુણ જોઈને વિદ્યાર્થી પણ થયો હેરાન - થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળામાં (Tharad Mial Primary School) ધોરણ 8ના પરિણામમાં દશરથ ચૌધરી નામના એક વિદ્યાર્થીને સામાજિક વિજ્ઞાનમાં 160માંથી 174 ગુણ અને અંગ્રેજીમાં પણ 160માંથી 165 ગુણ આપવામાં આવતા ખળભળાટ મચ્યો હતો. પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ છે. તેમ છતાં 160 કરતા વધુ ગુણ અપાતા શિક્ષકની પોલ ખૂલી પડી (School negligence in Banaskantha) ગઈ છે. એટલું જ નહીં, શાળાના વિદ્યાર્થીનું રિઝલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ (School result viral on social media ) થતા જ શિક્ષકોની કામગીરી બાબતે અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે.

આ પણ વાંચો- રાજકોટમાં ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે વચેટીયાઓની ઉઘાડી લૂંટ, છતાં તંત્રના આંખ આડા કાન

પરિણામમાં આચાર્યે પણ ભૂલ ન જોઈ - મિયાલ પ્રાથમિક શાળામાં (Tharad Mial Primary School) ધોરણ 8ના વિદ્યાર્થીનું પરિણામ વર્ગશિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તેમણે ભૂલ કરી એ તો સમજાઈ ગયું, પરંતુ જ્યારે આ રિઝલ્ટની કોપી શાળાના આચાર્ય પાસે આવી પહોંચી તો પણ આવડી મોટી ભૂલ ધ્યાને આવી નહોતી. વાત કરવામાં આવે તો, સામાન્ય રીતે વર્ગશિક્ષક દ્વારા પરિણામ તૈયાર કર્યા પછી શાળાના આચાર્ય પાસે સહીસિક્કા કરવા માટે મોકલવામાં આવતું હોય છે. તેમ છતાં આ કેસમાં તો આચાર્યએ પણ સહીસિક્કા કરી રિઝલ્ટને વેલિડ કરી નાખ્યું હતું. તેના કારણે આ મુદ્દો મોટા પાયે ચગ્યો છે.

આ પણ વાંચો- Vadodara Rape Suicide Case: વડોદરાની OASIS સંસ્થાના બે સંચાલકો અને એક મેન્ટર સામે ગુનો નોંધાયો

શિક્ષકો સામે રોષ જોવા મળ્યો છે - અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સુધારાની વાતો કરતી સરકારની કામગીરી પર પાણી ફેરવતા આ પ્રકારના શિક્ષકો પર લોકોનો સોશિયલ મીડિયા (School result viral on social media) પર ઉગ્ર રોષ સાથે કટાક્ષ જાેવા મળી રહ્યો છે. એક મોટો સવાલ ઉભો થાય છે કે, જ્યાં મૂલ્યાંકન કરતા વધુ ગુણ અપાતા હોય ત્યાં બાળકનું ઘડતર કેવું થતું હશે.

રિઝલ્ટ બનાવવામાં ભૂલ કરવા બદલ શિક્ષકને નોટિસ - મિયાલ પ્રાથમિક શાળાના (Tharad Mial Primary School) આચાર્ય રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારી શાળાના શિક્ષક કરસન પટેલે એક વિદ્યાર્થીના રિઝલ્ટ બનાવવામાં જે ગુણ મૂકવામાં જે ભૂલ કરી હતી. તે જાણવા મળ્યું ત્યારે તે શિક્ષકને નોટિસ આપવામાં આવી હતી અને 2 દિવસમાં તે ભૂલનો ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીએ ઘરે જઈને પિતાને રિઝલ્ટ બતાવ્યું ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ તેઓ શાળાએ પહોંચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.