બનાસકાંઠા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત દેશમાં કુલ 91 જેટલા ઓલ ઇન્ડિયા રેડિયો એફએમ.ટ્રાન્સમિટરનું ડિઝિટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને લોકસભા સાંસદ પરબત પટેલની ઉપસ્થિતિમાં થરાદ રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિધાનસભાના અધ્યક્ષ : આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉત્તર ગુજરાતના થરાદ અને રાધનપુર એમ બે જગ્યાએ એફ.એમ. રેડિયોનું ડિઝિટલી લોકાર્પણ કરવામાં આવ્યું છે. ટેક્નોલોજીનો સદુપયોગ કરી રેડિયોના માધ્યમથી વડાપ્રધાને "મન કી બાત"ના 100 એપિસોડ પુરા થઈ રહ્યા છે. વાંચવું, જોવું અને સાંભાળવું આ ત્રણ બાબતોમાં સાંભળતી વખતે માઈન્ડને એપસન્ટ રાખી શકાતું નથી. થરાદ ખાતે એફ.એમ.રેડીયો શરૂ થવાથી 10 કી.મી. વિસ્તારમાં એફ.એમ.રેડીયો સાંભળી શકાશે.
આ પણ વાંચો : FM radio transmitters : સુરેન્દ્રનગરના FM ટ્રાન્સમીટરનો લાભ 10થી 15 કિલોમીટર વિસ્તારના લોકોને મળશે
બનાસકાંઠાના સાંસદ : આ પ્રસંગે સાંસદ પરબત પટેલે જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 91 એફ.એમ.રેડીયો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની જાગૃતિમાં વધારો થશે તથા આ સરહદી વિસ્તારના લોકો સતત અપડેટ રહી શકશે.
આ પણ વાંચો : Mann ki Baat : વડાપ્રધાનની કર્મભૂમિ પર 3,225 કેન્દ્રોમાં મન કી બાતના કાર્યક્રમનું મેગા આયોજન
91 FM રેડીયો સ્ટેશન : ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશ FM રેડીયોના યુગમાં પ્રવેશી રહ્યો છે. તેનું પ્રમાણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સહિત સમગ્ર રાષ્ટ્રમાં નવા 91 FM રેડીયો સ્ટેશનને ખુલ્લા મુકવાની સાથે થયો છે. FM રેડિયો મનોરંજનની સાથે આરોગ્ય અને શિક્ષણનું માધ્યમ બની રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં FM રેડિયોના માધ્યમથી સમગ્ર દેશમાં જોડાશે. તેમના મન કી બાતના 100માં એપિસોડને લઈને મોદીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, હું પણ એક રેડિયો એનાઉન્સર તરીકેની બેહદ ખુશી અનુભવું છું. ત્યારે થરાદમાં પણ FM રેડીયો ટ્રાન્સમિટરનું ડિઝિટલી લોકાર્પણ થતાં ખુશીનો માહોલ સર્જાયો છે.