ETV Bharat / state

થરાદમાં માવઠાના કારણે ખેડૂતોને વળતર આપવા ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત

થરાદ તાલુકામાં કમોસમી વરસાદી માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાક તેમજ કાપણી કરેલા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલુ હોવાથી વળતર આપવા થરાદ ના ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત કરી માંગ કરવામાં આવી છે.

Tharad
થરાદમાં માવઠાના કારણે ખેડૂતોને વળતર આપવા ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત
author img

By

Published : Oct 22, 2020, 12:32 PM IST

  • થરાદ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુક્સાન
  • ખેડૂતોને સહાય આપવા ધારાસભ્યની CMને રજૂઆત
  • થરાદના નાના ખેડૂતોને ભયંકર નુકસાન ભોગવવાનો વારો

બનાસકાંઠા: થરાદ તાલુકામાં તાજેતરમાં કુદરતી માવઠાના કારણે ખેતરમાં ઉભા પાક તેમજ કાપણી કરેલા પાકમાં પાણી ભરાઇ જવાથી બાજરી, જુવાર, મગ, તલ બિજડા તેમજ અન્ય પાકને ભારે નુકસાન થયેલ છે. જેથી થરાદ વિસ્તારના ખેડૂતોને ભયંકર નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. જોકે, અત્યારે તો ખેડૂતને પડતા ઉપર પાટું લાગી છે. ત્યારે સરકારના નીતિ નિયમ મુજબ નુકસાન થયેલા તમામ વિસ્તારનો તાત્કાલિક ધોરણે સર્વે કરી ‘મુખ્યમંત્રી કિશાન સહાય યોજના' લાગુ કરી ખેડૂતોને સહાય આપવા થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે.

Tharad
થરાદમાં માવઠાના કારણે ખેડૂતોને વળતર આપવા ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત

સતત ત્રણ દિવસ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભયંકર નુકસાન

બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં ખેડૂતો કુદરતી આફતો જેવી કે, કમોસમી વરસાદ, શિયાળું સીઝનમાં તીડ જેવા અનેક પ્રકારના નુકશાનનો સામનો કરી રહેલા ખેડૂતોની વારે સરકાર આવે તેવી થરાદના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જ્યારે અતિવૃષ્ટિ હોય કે પછી તીડનું આક્રમણ હોય પણ ખેડૂતો હિંમત હારતા નથી. ત્યારે તાજેતરમાં સતત ત્રણ દિવસ પડેલા કુદરતી કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ખેતરમાં ઊભો પાક તેમજ કાપણી કરેલા પાકમાં પાણી ભરાઇ જવાથી બાજરી, જુવાર, ગવાર તેમજ અન્ય પાકને અને ઘાસચારામાં ભારે નુકસાન થયેલ છે. જેથી થરાદના નાના ખેડૂતોને ભયંકર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

'મુખ્ય મંત્રી કિસાન સહાય' યોજના અંતર્ગત સહાય આપવા ધારાસભ્યની માંગ

જ્યારે સરકારના નીતિ-નિયમ મુજબ ખેડૂતોને નુકસાન થયેલા તમામ વિસ્તારનો સર્વ કરાવી ખેડૂતોને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે તેવી થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.