બનાસકાંઠાઃ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી બાદ સમાજના ડિરેક્ટર અલ્પેશ ઠાકોરે આ મામલે નિવેદન આપતા ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. બનાસડેરીમાં છેલ્લા 5 વર્ષથી ઠાકોર સમાજના ડિરેક્ટર છે અને રહેશે તેમ ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવતા અલ્પેશ ઠાકોરના નિવેદનનો ફિયાસકો થયો હતો.
ભારે વિવાદો વચ્ચે બનાસડેરીની ચૂંટણી સંપન્ન થઈ છે અને શંકરભાઈ ચૌધરીએ તેમની રાજકીય કુનેહ શક્તિનો પરિચય કરાવતા ડેરીની 16 બેઠક બિન હરીફ કરાવી છે. બનાસ ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બનાસડેરીની ચૂંટણીમાં તમામ બેઠકો બિનહરિફ થઈ છે. બનાસડેરીની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, ઠાકોર સમાજનો જ ડિરેક્ટર બનાસડેરીમાં આવશે. જેથી બનાસ ડેરી વિવાદમાં આવી છે. અલ્પેશ ઠાકોરે તેના લાઈવ ફેસબુક પેજ પર જણાવ્યું હતું કે, બનાસડેરીમાં ઠાકોર સમાજનો કોઈ ડિરેક્ટર છે નહીં પરંતુ ટૂંક સમયમાં જ ઠાકોર સમાજનો ડિરેક્ટર બનશે.
અલ્પેશ ઠાકોરે બનાસ ડેરીમાં ઠાકોર સમાજના વ્યક્તિને ડિરેક્ટર બનાવવા મામલે નિવેદન આપતા ફરી એકવાર વિવાદ છંછેડાયો છે. આ મામલે બનાસ ડેરીમાં ઠાકોર સમાજનો ડિરેક્ટર હોવાના કારણે અલ્પેશ ઠાકોરના નિવેદનનો ફિયાસ્કો થયો છે, ત્યારે આગામી ચૂંટણીને ધ્યાને લઇ ઠાકોર સમાજ પર પોતાનું પ્રભુત્વ બતાવવા માટે અને ઠાકોર સમાજની સહાનુભૂતિ મેળવવા માટે નિવેદન આપ્યું હોય તેમ રાજકિય વિશેષજ્ઞો માનવું છે.