ETV Bharat / state

આજે શનિવારથી ST બસમાં આવતા તમામ પ્રવાસીઓનું ટેસ્ટીંગ શરૂ

author img

By

Published : Apr 3, 2021, 1:41 PM IST

Updated : Apr 3, 2021, 2:46 PM IST

આજે પણ અંબાજી નજીક ગુજરાત રાજ્યની સરહદ પર RT PCR તપાસ કામગીરી દરમિયાન પ્રવાસીઓ સાથે રકઝક થતી જોવા મળી હતી. પ્રવાસીઓએ રેપીડ એન્ટિજન ટેસ્ટ બોર્ડર પર કરવા માંગણી પણ કરી હતી. આજથી ST બસમાં આવતા તમામ પ્રવાસીઓના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજથી ST બસમાં આવતા તમામ પ્રવાસીઓનું ટેસ્ટીંગ શરૂ

  • અંબાજી નજીક ગુજરાત રાજ્યની સરહદ પર RT PCR તપાસ કામગીરી દરમિયાન પ્રવાસીઓ સાથે રકઝક
  • પ્રવાસીઓએ રેપીડ એન્ટિજન ટેસ્ટ બોર્ડર ઉપર કરવા માંગણી કરી
  • ગુજરાતની સરહદ પર RT PCR ટેસ્ટ કરવા બીજા રાજ્યના પ્રવાસીઓની માંગણી

બનાસકાંઠા: ગુજરાતમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને અટકાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પહેલી એપ્રિલથી બીજા રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશવા કોરોનાના RT PCR ટેસ્ટ નેગેટીવ રિપોર્ટ સરહદ ચેકપોસ્ટ પર ફરજિયાત બતાવવાનો નિયમ બનાવ્યો છે. ત્યારે પ્રથમ દિવસે જ અંબાજી નજીક ગુજરાત રાજ્યની સરહદ પર આવેલી ચેકપોસ્ટે તપાસ કામગીરી દરમિયાન કેટલાક પ્રવાસીઓ સાથે તુતુ-મેમે જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા.

આજથી ST બસમાં આવતા તમામ પ્રવાસીઓના શરૂ

બીજા રાજ્યથી ગુજરાતમાં ફરતા પ્રવાસીઓએ રેપીડ એન્ટિજન ટેસ્ટ બોર્ડર ઉપર કરવા માંગણી કરી હતી. જેથી અંબાજી નજીક આવેલી ગુજરાત બોર્ડર પર આજથી ST બસમાં આવતા તમામ પ્રવાસીઓના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નેગેટીવ રિપોર્ટ આવે તેને જ ગુજરાતમાં પ્રવેશ તેમજ પોઝિટિવ હોય તેવા લોકોને રાજસ્થાન પરત ફરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: સાપુતારા ચેકપોસ્ટ પર RT-PCR રિપોર્ટ વગર નો એન્ટ્રી

જેના રિપોર્ટ નેગેટીવ આવે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવ્યો

જેના નેગેટીવ રિપોર્ટ આવે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પોઝિટિવ હોય તેવા લોકોને પરત રાજસ્થાન મોકલવા જણાવવામાં આવ્યું છે. જોકે, ટીમ સરહદ છાપરી ચેકપોસ્ટ પર ઉપસ્થિત હતી ત્યાં સુધીમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યો ન હતો. આજે શનિવારે સરકારી ST બસોના પ્રવાસીઓના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતા લોકો ઉપસ્થિત અધિકારીઓ સાથે રકઝક કરતા નજરે પડ્યા હતા. જ્યારે કેટલાક ST બસના પ્રવાસીઓ ડરના લીધે નદીના રસ્તે ગુજરાતમાં પ્રવેશતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જર માટે RT- PCR ટેસ્ટ ફરજિયાત કરાયો

Last Updated : Apr 3, 2021, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.