- ડીસા બસ ડેપોની બસ દુકાનમાં ઘૂસતા અફરા-તફરીનો માહોલ
- ડ્રાઈવર વગરની બસ દુકાનમાં ઘુસી
- ડીસા બસ ડેપોમાં બની વિચિત્ર ઘટના
બનાસકાંઠા : જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક વિચિત્ર ઘટના ડીસામાં સામે આવી હતી. ડીસા બસ ડેપોમાં બસમાં મુસાફરી કરવા માટે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આવા સમયે આજે ડીસા ડેપોમાં બસ અકસ્માતની વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં બસ ઓટોમેટીક ડ્રાઇવર વગર ચાલુ થઈ જતા બાજુમાં આવેલ દુકાનમાં બસ ધુસી હતી.
ડ્રાઈવર વગરની બસ દુકાનમાં ઘુસી જતા અફરા તફરીનો માહોલ
ડીસા ખાતે આવેલ બસ ડેપોમાં સવારના સમયે મોટી સંખ્યામાં બસોની અવરજવર થતી હોય છે. ડીસા ડેપોમાં પટેલ ડીસા પ્રાંતિજની બસ ડ્રાઇવર વગર ચાલુ થઈ જતા બસ બાજુમાં આવેલી દુકાનમાં ધુસી હતી. અચાનક આવેલી આ બસના કારણે હોટલમાં બસમાં બેઠેલા લોકો ભયભીત થયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ સદ્નસીબે લોકોને કોઈ ઈજા ન થતા મોટી જાનહાનિ ટળી હતી
હોટલ ચાલકને બસ અકસ્માતમાં નુકસાન
ડીસા ડેપોમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ એક દુકાનમાં ઘુસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં દુકાનમાં પડે તમારા માલ સામાન તુટી જવા પામ્યો હતો અને જેના કારણે દુકાન માલિકને 20 થી 25 હજારનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આકસ્માત એટલો ભયંકર હતો કે બસ દુકાનમાં ધૂસતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સવારનો સમય હોવાથી આસપાસની દુકાનો પણ ખુલી હતી પરંતુ બસ સીધેસીધી એક દુકાનમાં ધૂસી જતા મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માતમાં માત્ર એક દુકાનમાં જ નુકસાન થયું હતુ.