બનાસકાંઠાઃ બનાસકાંઠાના નડાબેટ ગામ સહિત અનેક ગામે ભારતની સરહદ ફેલાયેલી છે અને સરહદની રક્ષા કાજે બીએસએફ જવાનોની લોખંડી સુરક્ષા પણ તહેનાત રહેતી હોય છે. આ સુરક્ષા સંભાળતાં બીએસએફના જવાનોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવા છેલ્લાં ચાર વર્ષથી અમદાવાદના ડો. પ્રકાશ કુરમીએ બીડું ઝડપ્યું છે. તેઓે પોતાના પરિચિત 15થી વધુ ડોકટરો સાથે ભારતીય સરહદ ખાતે ઉપસ્થિત રહીને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરે છે.
સરહદ પરના નડાબેટમાં સેનાના જવાનો અને સેવાવ્રતી ડૉક્ટરોની વિશેષ બની રહી આ મુલાકાત, યોજાયો ફ્રી મેડિકલ કેમ્પ
પ્રવાસન વિભાગ દ્વારા સીમા દર્શન માટે નડાબેટ ખાતે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નડાબેટ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પના આયોજક ડોકટરોની વિશેષ દેશભક્તિભર્યાં કાર્યથીી બીએસએફના જવાનોની દેશસેવાનો ઉત્સાહ ઔર બુલંદ થયો છે.
સરહદ પરના નડાબેટમાં સેનાના જવાનો અને સેવાવ્રતી ડૉક્ટરોની વિશેષ બની રહી આ મુલાકાત, યોજાયો ફ્રી મેડિકલ કેમ્પ બનાસકાંઠાના નડાબેટ ખાતે સરહદની સુરક્ષામાં તહેનાત જવાનોની સ્વાસ્થની ચકાસણી માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાત ડોકટરો દ્વારા બીએસએફ જવાનોના આંખોની તપાસ, હદયની તપાસ સાથે અનેક નાની મોટી પૂરતી તપાસ સ્થળ ઉપર કરવામાં આવી હતી. ડોકટરોની ટીમ દ્વારા વિવિધ દવાઓ, સીરપો અને જરૂર પડે સ્થળ ઉપર જ સોનોગ્રાફી, ઇકો કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ત્યારે દેશના જવાનો માટે ડોકટરોએ કરેલ સેવા પણ ખરેખર વધાવવાલાયક છે. હમણાં 1000 જવાનોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યાં છે પરંતુ અગાઉ 4500 જવાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને અગામી સમયમાં હજુ 3500 જવાનોનો ટાર્ગેટ છે, જે ડોક્ટર અને તેમની ટીમ દ્વારા સગવડ થતાં પૂર્ણ કરવામાં આવશે.