અંબાજી ખાતે માધ્યમિક શાળાના 14 બ્લોકમાં પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. 50 ટકા જેટલી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપતા નજરે પડ્યા હતાં. પરીક્ષા દરમિયાન CCTV કેમેરા સજ્જ કરવામાં આવ્યા હતાં. જેનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવ્યુ હતું. કોઇપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
વારંવાર ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ રદ કરવામાં આવે છે. જેથી પરીક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળે છે. આ વર્ષે પરીક્ષાર્થીઓ આશા રાખે છે કે, પરીક્ષાના પરીણામો હેમખેમ આવી જાય.