ડીસાઃ ડીસામાં મુખ્યપ્રધાનને રજૂઆત કરવા ભાજપને ખેસ પહેરીને પહોંચેલા એક યુવાનની અટકાયત કરી લેવામાં આવી છે. ડીસામાં ભાજપની ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM bhupendra Patel BJP Gaurav Yatra) સભામાં ભારે હોબાળો (Deesa BJP) થયો હતો. આ સભામાં અચાનક એક યુવાન એમની (CM Bhupendra Patel Deesa) પાસે ભાજપને ખેસ પહેરીને રજૂઆત કરવા માટે પહોંચી જતા મામલો બગડ્યો હતો. યુવક ભાજપનો ખેસ પહેરી સ્ટેજ પાસે રજૂઆત કરવા પહોંચી જતા દોડધામ મચી હતી.
અફરાતફરી મચીઃ ડીસામાં રવિવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગૌરવ યાત્રા લઈને પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં એક મોટી ઘટના બની હતી. ડીસા ખાતે આવેલા માર્કેટ યાર્ડમાં જ્યારે સભા ચાલી રહી હતી. તે દરમ્યાન એક યુવક લેખિતમાં રજૂઆત કરવા માટે મંચ પર જ પહોંચી ગયો હતો. કાર્યક્રમ પૂરો થતાં જ CM ભૂપેન્દ્ર પટેલ સભા સ્થળ છોડી રહ્યા હતા. એ સમયે આ યુવક સ્ટેજ પર પહોંચી જતાં અફરાતફરી મચી ગઈ હતી.
કાગળ લઈ લીધોઃ પોલીસે તેમજ ભાજપના કાર્યકરોએ જ આ શખ્સને મુખ્યપ્રધાન નજીક જતાં અટકાવીને તેના હાથમાં રહેલો કાગળ છીનવી લીધો હતો. આ યુવકને સ્ટેજથી દૂર લઈ જવામાં આવ્યો હતો. પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ શખ્સ તલાટી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યુ છે. પરંતુ પોલીસે આ શખ્સની અટકાયત કરી લેતા તે સ્ટેજ પર કેમ ચઢ્યો હતો અને તેના હાથમાં રહેલા કાગળમાં શું લખાણ હતું તે અંગે કોઈ જ માહિતી મળી શકી નથી.