ETV Bharat / state

Himmatnagar Group Pelted : હિંમતનગરમાં પથ્થરમારાની ઘટના થતા શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ધારા 144 લાગુ

author img

By

Published : Apr 11, 2022, 12:35 PM IST

Updated : Apr 11, 2022, 12:48 PM IST

હિંમતનગરમાં રામનવમી પર્વ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો (Himmatnagar Group Pelted) મામલો બેકાબુ બનતા શહેરમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત હિંમતનગરમાં પોલીસ વિભાગનો (Section 144 applied in Himmatnagar) વિવિધ કાફલો ખડે પગે કરાયો છે.

Himmatnagar Group Pelted  : હિંમતનગરમાં પથ્થરમારાની ઘટના થતા શહેરમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધારા 144 લાગુ

સાબરકાંઠા : હિંમતનગરમાં ગઈકાલે રામનવમીના (Ram Navami Festival in Himmatnagar) પર્વને લઇ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવા પથ્થરમારો કરતાં સ્થિતિ બેકાબૂ બની હતી. આ બાબતને લઈને સ્થિતિ ઉગ્ર બનતા રેન્જ IG સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ તેમજ અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી પોલીસ તેમજ SRP સાથેનો કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી. શોભાયાત્રા દરમિયાન (Himmatnagar Ram Navami Procession) પથ્થરમારાના હુમલામાં પોલીસ વડા સહિત 10 પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ થઇ હતી તેમજ પાંચ જેટલા સામાન્ય નાગરિકોને ઇજાગ્રસ્ત થયા હતા. અને અન્ય વાહનો અને દુકાનોને આંગ ચાંપવાના બનાવો બન્યા હતા.

હિંમતનગરમાં પથ્થરમારાની ઘટના થતા શહેરમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધારા 144 લાગુ

આ પણ વાંચો : Himmatnagar Group Pelted: સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ ચેતી જજો, પકડાશો તો થશે કાર્યવાહી

હિંમતનગર 144 લાગુ - તો બીજી તરફ ટોળાને વિખેરવા 40 રાઉન્ડ કરતા ટીયરગેસના (Himmatnagar Group Pelted) સેલ છોડાયા હતા. હિંમતનગર શહેરમાં હાલમાં અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઇ સાબરકાંઠાના જિલ્લા કલેકટર હિતેશ કોયા દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ગઇકાલે મોડી રાતથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેમાં હિંમતનગરના રાધે સ્વીટ માર્ટથી છાપરિયા વિસ્તાર, મહાકાળી મંદિરથી પૂર્ણિમા ડેરી લઇને છાપરીયા સુધીના તમામ વિસ્તાર, ભગવતી પેટ્રોલ પંપ થી ટાવર સુધીનો તમામ વિસ્તાર, ન્યાય મંદિરથી ચાંદનગર અને મહેતાપુરા વિસ્તાર, હાજીપુરા અલકાપુરી અને બગીચા સુધીનો સમગ્ર વિસ્તાર, આવરી લેવામાં આવ્યો છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત - જૂની જિલ્લા પંચાયતથી નવી દુર્ગા બજાર સુધીના તમામ વિસ્તારને કલમ 144 હેઠળ (Section 144 Applied in Himmatnagar) લાગુ કરવામાં આવી છે. આ હુકમ જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે રાત્રીથી લઈને 13મી એપ્રિલ રાત્રીના બાર વાગ્યા સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સહિત 1060ની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે. આ ઉપરાંત હિંમતનગર મોટાભાગના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને અન્ય જિલ્લાઓની પોલીસ (Police provision in Himmatnagar) પણ ખડે પગે છે. સાથેસાથે SRP ટીમનો પણ બંદોબસ્ત ગોઠવાયો ગયો છે. હાલમાં હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારોમાં અજંપાભરી શાંતિના કારણએ 144 કલમ લાગુ કરવામાં આવી છે. તેમજ પોલીસ આગળ મામલો શાંતિપૂર્ણ રહે તે માટે પોલીસે ચુસ્ત કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો : રામનવમી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, પોલીસકર્મીને પણ ટોળાએ બાનમાં લીધા

700 થી વધુના ટોળા સામે પણ ફરિયાદ - આ ઉપરાંત હિંમતનગરમાં શોભા યાત્રા દરમિયાન પથ્થર મામલે જિલ્લા પોલીસે 12 જેટલા વ્યક્તિ સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી છે. તેમજ 700 થી વધુના લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન તેમજ બી ડિવિઝન પોલીસ મથકે આ ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે હિંમતનગરના તમામ વિસ્તારો માં શાંતિપૂર્ણ માહોલ છે. પરંતુ ફરિયાદના પગલે આગામી સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે તેવું જણાય રહ્યું છે.

Last Updated : Apr 11, 2022, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.