ગુજરાત સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાઓનાં ઝોનલ હેડ રાજયોગીની સરલાદીદીની 79 વર્ષની જૈફ લાંબી માંદગી બાદ અમદાવાદ ખાતે નિધન થયુ હતું. તેમના અવસાનથી બ્રહ્માકુમારીના તમામ કેન્દ્રોમાં ભારે શોકની લાંગણી પ્રવર્તી હતી. સરલાદીદી 14 વર્ષની ઉમરે જ બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયા હતાં. નાની વયથી જ તેઓએ સેવાકીય પ્રવૃર્તીઓ શરુ કરી દીધી હતી. સરલાદીદીનું નિધન થતા તેમનાં પાર્થિવદેહને બ્રહ્માકુમારીનાં વિશ્વ મુખ્યાલય શાંતિવન માઉન્ટઆબુ ખાતે લઇ જવાયો હતા.
શુક્રવારના રોજ તેમની વૈકુંઠ યાત્રા નિકળી હતી. આ તપસ્યા ધામ ખાતે બ્રહ્માકુમારીનાં તમામ અનુયાયીઓએ તેમને શ્રદ્ધાજંલી આપી હતી. સાંજે પાંચ કલાકે તેમનાં પાર્થિવદેવને પંચમહાભુતમાં વિલીન કરાયુ હતુ. જેમાં નિરમાનાં કરસણભાઇ પટેલ પણ જોડાયા હતા. સરલાદીદીનાં દેહને તેમનાં બહેન ભારતીદીદીએ અગ્નીદાહ આપ્યો હતો. અંતિમસંસ્કારમાં વિદેશમાં રહેતા બ્રહ્માકુમારીના અનુયાયીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા.