બનાસકાંઠાઃ કોરોના નામની વિશ્વવ્યાપી આ બીમારીને ડામવા માટે દરેક રાજ્યમાં અલગ-અલગ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકાએ પણ આ બીમારી સામે લડવા સેનેટાઈઝર પ્રેશર મશીન વસાવ્યું છે.
ડીસા નગરપાલિકા ગુજરાતની પ્રથમ એવી નગરપાલિકા બની છે. જે આ સેનેટાઇઝર પ્રેસર મશીન લાવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે આ 60 ફૂટ જેટલો એરિયા કવર કરે છે અને 20-20 મીટર સુધીના અંતરને આ મશીન સેનેટાઇઝ કરી શકે છે. તેમજ મશીન કદમાં નાનું હોવાથી ડીસાની નાનામાં નાની ગલીમાં જઇને તેને સેનેટાઇઝ કરી શકશે.
આ ઉપરાંત આ મશીન ફાયર ફાઈટરનું પણ કામ કરે છે. આ મશીન 3 કિલોમીટર સુધી પ્રેસર સાથે પાણીનો છંટકાવ કરી આગ પાર કાબુ મેળવી શકે છે એટલે આ મશીનનો ફાયડ ફાઈટર તરીકે પણ ઉપયોગ થઈ શકશે. આ મશીન 5 લાખની કિંમતમાં ડીસા નગરપાલિકા દ્વારા ખરીદવામાં આવ્યું છે.
જેનું લોકાર્પણ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, નગરપાલિકા ચીફ ઓફીસર ગઢવી, નગરપાલિકા પ્રમુખ કાંતિલાલ સોની દ્વારા નગરપાલિકના કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.