ETV Bharat / state

Samras Gram Panchayat Gathaman : બનાસકાંઠાનું અનોખું સમરસ ગામ, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા પણ ઉદાહરણરુપ - હિન્દુ-મુસ્લિમ એકતા

અત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે.લોકો સરપંચ બનવા માટે પડાપડી જ નહીં પરંતુ એડીચોટીનું જોર લગાવતાં હોય છે ત્યારે આજે અમે તમને એક એવા ગામની (Samras Gram Panchayat Gathaman)વાત કરવાના છીએ, જ્યાં હિન્દુ મુસ્લિમની વસતી બરોબરીની (Hindu-Muslim unity) હોવા છતાં પણ આઝાદી પછી આજ સુધી ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી. દર વખતે ગ્રામજનો ભેગા મળીને સરપંચ બનાવે છે, જોઈએ આ સમરસ (Samras Gram Panchayat Yojna) ગામનો ખાસ અહેવાલ.

Samras Gram Panchayat Gathaman : બનાસકાંઠાનું અનોખું સમરસ ગામ, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા પણ ઉદાહરણરુપ

author img

By

Published : Dec 1, 2021, 8:32 PM IST

  • બનાસકાંઠા જિલ્લાનું છે અનુકૂળ સમરસ ગામ છે ગઠામણ
  • આઝાદી બાદ પાલનપુર ગઠામણ ગામમાં ક્યારે સરપંચની ચૂંટણી થઈ નથી
  • Samras Gram Panchayat Gathaman માં હિન્દુ-મુસ્લિમ વારાફરતી સરપંચ બને છે

બનાસકાંઠાઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું બનાસકાંઠા જિલ્લાનું ગઠામણ ગામ. પાલનપુર તાલુકાના આ ગામમાં 4800 જેટલા મતદારો છે અને આ ગામમાં હિન્દુ અને મુસ્લિમની વસતી પણ 50- 50 ટકા જેટલી છે. આ ગામમાં આઝાદી પછી ક્યારેય સરપંચ માટે ચૂંટણી યોજાઇ નથી. એક તરફ અત્યારે સરપંચ બનવા માટે લોકો સંબંધોને પણ ભૂલી જતા હોય છે, તેવામાં આ ગામમાં હિન્દુ અને મુસ્લિમો સાથે મળી દર વખતે સમરસ સરપંચ (Samras Gram Panchayat Gathaman) બનાવે છે.

ગામ લોકો સરપંચ બનાવે છે

જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના પાંચ પાંચ આગેવાનો ભેગા (Hindu-Muslim unity) થઈ એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત મુસ્લિમ સરપંચ બનાવે છે. તે પણ સર્વાનુમતે એક નામ જાહેર કરી સમરસ (Samras Gram Panchayat Yojna) સરપંચ બનાવાય છે. જેથી આ ગામમાં અત્યાર સુધી સરપંચ માટે ક્યારેય ચૂંટણી યોજાઈ નથી અને જે કોઈ સરપંચ બને છે તે પણ માત્ર ને માત્ર ગામના અને ગામના વિકાસને વેગવંતો બનાવે છે.

સમરસ ગ્રામ પંચાયતના સમરસ સરપંચોના કારણે વિકાસ અવિરત

વડીલોએ બનાવેલ પરંપરા આજે પણ ગ્રામજનો નિભાવે છે

આ ગામના વડીલોએ જે પરંપરા શરૂ કરી હતી તેને આજે પણ આ ગામના લોકો સાચવી રહ્યાં છે અને દર વર્ષે ચૂંટણીમાં ગામની સમરસ (Samras Gram Panchayat Gathaman) બનાવે છે. અહીંના લોકોનું માનવું છે કે સમરસ ગ્રામ પંચાયત બનવાથી ગામમાં ચૂંટણી થતી નથી અને તેના કારણે ગામમાં એકબીજા વચ્ચે વેરઝેર અને ઘર્ષણ થતા નથી. સાથે સમરસ ગ્રામ પંચાયત બનવાથી સરકાર તરફથી વધારે ગ્રાન્ટ (Samras Gram Panchayat Grant) મળતા ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન રોડ-રસ્તા સફાઈની પણ સુવિધાઓ અન્ય ગામો કરતા વધુ મળે છે અને હિંદુ મુસ્લિમ લોકો વચ્ચે ભાઈચારાની (Hindu-Muslim unity) લાગણી પણ બની રહે છે.

એકતાનું ઉત્તમ ઉદાહરણ ગામ છે

આઝાદી બાદ એટલે કે છેલ્લા 15 ટર્મથી આ ગામમાં સરપંચની ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાઈ નથી. વડીલોની પરંપરાને જાળવી આ ગામના લોકો આજે પણ દર વખતે સમરસ સરપંચની વરણી કરે છે. ત્યારે આ ગામના હિન્દુ-મુસ્લિમોની એકતા (Hindu-Muslim unity) અને સમરસતા (Samras Gram Panchayat Gathaman) અન્ય ગ્રામજનો માટે પણ દાખલરૂપ બને છે.

આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021 : આજથી ફોર્મ ભરવાનું શરૂ, 10,879 પંચાયતમાં યોજાશે ચૂંટણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.