ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં પોલીસ સામે સગીરાએ નોંધાવી ફરિયાદ - Lakhni Taluka News

બનાસકાંઠાના લાખણી તાલુકાના એક ગામની સગીર યુવતી પર બે વર્ષ અગાઉ એક યુવકે છરીની અણીએ તેનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. જે ઘટનામાં એક મહિના સુધી રખડાવ્યાં બાદ પણ પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લેતા આખરે કોર્ટે બે પીઆઈ વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ કર્યો છે, બે પીઆઇ સામે કોર્ટના કડક વલણથી જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં પોલીસ સામે સગીરાએ નોંધાવી ફરિયાદ

author img

By

Published : Jan 28, 2021, 10:30 PM IST

  • બનાસકાંઠામાં સગીરા પર દુષ્કર્મની ઘટના
  • ચાર શખ્સોએ ગુજાર્યો હતો દુષ્કર્મ
  • કોર્ટે પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો

બનાસકાંઠાઃ જિલ્લામાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લઇ ગંભીર બેદરકારી દાખવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં લાખણી તાલુકાના એક ગામની એક સગીર યુવતી બે વર્ષ અગાઉ ડીસા ખાતે આવી હતી તે સમયે રાત્રિના સમયે ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા પશુ પરમાર નામનો યુવક તેના બે મિત્રોની મદદથી અપહરણ કરી ગયો હતો. આ સગીર યુવતી ચોકમાં સુતી હતી, તે સમયે તેના મોઢા પર રૂમાલ બાંધી છરી બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં નાખીને પથુ પરમાર સહિત 3 શખ્સો અપહરણ કરી ગયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં પોલીસ સામે સગીરાએ નોંધાવી ફરિયાદ
બનાસકાંઠા જિલ્લામાં પોલીસ સામે સગીરાએ નોંધાવી ફરિયાદ

જાનથી મારી નાખવાની ધમકી આપી

ત્યારબાદ આ પથુ પરમારે તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ જો ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો, અને ત્યારબાદ પણ સતત બે વર્ષ સુધી આ શખ્સ સગીરા સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો તે દરમિયાન આ સગીરા ગર્ભવતી બનતા તેને ગોળી આપીને ગર્ભપાત પણ કરાવ્યો હતો. આખરે કંટાળેલી સગીરાએ તેના માતા-પિતાને તમામ હકીકત જણાવતા તેઓ ડીસા સિટી પોલીસ મથકે ફરિયાદ આપવા ગયા હતા, પરંતુ ફરિયાદ ન લેતા સગીરા તેના પરિવાર સાથે થરાદ પહોંચી હતી જોકે ત્યાં પણ તેની રજૂઆત ન સાંભળતા બાદમાં તે થરાદ ડીવાયએસપી અને ડીસા ડીવાયએસપી કચેરી અને છેલ્લે જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી હતી, પરંતુ કોઈ જ પોલીસ અધિકારીએ તેની ફરિયાદ ન લેતા આખરે તેને દિયોદર કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો.

પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટમાં ફરિયાદ કરી હતી

કોર્ટના આદેશ બાદ પોલીસે સગીરાની ફરિયાદ નોંધી, ત્યારબાદ આરોપીઓની અટકાયત કરી જેલના હવાલે પણ કર્યા છે. પરંતુ 28 દિવસ સુધી સતત રાખડાવ્યાં બાદ પણ પોલીસ અધિકારીઓએ આ સગીરાની ન તો રજૂઆત સાંભળી કે ન કોઇ કાર્યવાહી કરી જેથી સગીરાએ લાખણી કોર્ટમાં આ તમામ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી, જેમાં સગીરાએ આરોપીઓને છવારયા હોવાના તેમજ ફરજમાં બેદરકારી દાખવી હોવાના મુદ્દે લાખણી નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં કોર્ટે સગીરાની રજુઆતમાં તથ્ય લાગતાં ડીસા સીટી દક્ષિણ પોલીસ મથકના પીઆઇ બી વી પટેલ અને થરાદ પોલીસ મથકના પીઆઈ જે બી ચૌધરી સામે ફરિયાદીની ફરિયાદ ન નોંધવા બદલ ઈપીકો કલમ 166 એ મુજબનો ગુનો નોંધવા હુકમ કર્યો છે, તેમજ બંને પીઆઇને આગામી 8 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે પણ સમન્સ પાઠવ્યું છે.

અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પીડિતાના પરિવારજનોની માંગ

રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોએ નાછૂટકે કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે. આ કેસમાં પણ સગીર પીડિતાએ કોર્ટમાં ફરિયાદ કરતાં આખરે બે વર્ષ બાદ હવે પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો છે, ત્યારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પીડિતાના પરિવારજનોની માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.