બનાસકાંઠા: જિલ્લાના લોકો યુક્રેનમાં ફસાયા છે તે લોકોમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે. વહીવટીતંત્ર દ્વારા તે લોકોની યાદી જાહેર કરાઈ છે. યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનો હાલ યુદ્ધના કારણે ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના વાહરા ગામનો અર્જુન લેબાજી માલોતરીયા નામનો વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો છે. જેના કારણે પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે.
વાલીઓ પણ માનસિક તણાવમાં
યુક્રેની પરિસ્થિતિને લઈને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ માનસિક તણાવ હેઠળ જે જીવતા હતા છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થીઓના વાલીઓ વિડીયો કોલ અને ટેલી ફોનિક સંપર્ક કરતા હતા પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના માનસિક તણાવના જીવનના કારણે વાલીઓએ સંતાનોને ભારત બોલાવવાનું નક્કી કરી લીધું અને પોતાના સંતાનો પરત આવતા વાલીઓ અને પરિવારમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ હજુ પણ અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોવાથી વાલીઓ ચિંતામાં મુકાયા છે.
ડીસા તાલુકાના વાહરા ગામનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો
બનાસકાંઠા જિલ્લાના 13 લોકો યુક્રેનમાં ફસાયા છે. 13 લોકોમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે વહીવટી તંત્ર દ્વારા 13 લોકોની યાદી જાહેર કરાઈ છે. યુક્રેનમાં ફસાયેલ લોકોના પરિવારજનોમાં ચિંતાનું માહોલ છે. ડીસા તાલુકાના વાહરા ગામનો અર્જુન લેબાજી માલોતરિયા નામનો વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો છે. તેનો પરિવાર વિદ્યાર્થીને લઈને ચિંતિત જોવા મળી રહ્યો છે પરિવારની માગ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલીક તેમના દીકરાને ભારત લાવવામાં આવે. યુદ્ધની સ્થિતિ જોતા પરિવારજનો સતત વિડ્યો કોલથી તેમના દિકરાના કોન્ટેકમાં છે.
આ પણ વાંચોઃ Russia Ukraine Crisis: યુક્રેનમાં ફસાયેલા લોકોને સરકાર પોતાના ખર્ચે લાવશે ભારત
યુક્રેનના વિદ્યાર્થીનીનું મિલન
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી છે તે વચ્ચે જ ભારતીય વિદ્યાર્થીઓ પરત માદરે વતન ફરી રહ્યા છેં બનાસકાંઠા જીલ્લાના પાલનપુર નો એક વિદ્યાર્થીની પણ આજે વહેલી સવારે પોતાના માદરે વતન પહોંચતા પરિવારમાં ખુશી જોવા મળી હતી.પાલનપુરના પ્રહલાદભાઈ પઢીયારની દીકરી દિવ્યાન્સી પઢીયાર અભ્યાસ અર્થે યુક્રેન ગઈ હતી. ત્યારે હાલમાં ચાલી રહેલા રસિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પરિવારમાં ચિતા જોવા મળી રહી હતી. આજે દિવ્યાન્સી સુરક્ષિત પોતાના વતન પાલનપુર ખાતે પહોંચતા પરિવાર શાંતિ અનુભવી હતી.
વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા
વિશ્વભરમાં ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે ત્યારે ભારતભરમાંથી અભ્યાસ અર્થે ગયેલા યુક્રેનના વિદ્યાર્થીઓ પરત પોતાના વતન પહોંચી રહ્યા છે. ખાસ કરીને જે પ્રમાણે રશિયા એક બાદ એક યુક્રેન પર હુમલો કરી રહ્યું છે જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને ભારતીયો પરત પોતાના વતન પહોંચતા પરિવારમાં પણ ખુશી જોવા મળી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી પરિવારથી અલગ રહેતા પાલનપુરના યુવક આજે યુક્રેનથી વતન આવતા પરિવાર શાંતિ અનુભવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Rajkot Students In Ukraine : યુક્રેનમાં રાજકોટના વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે માંગી મદદ