બનાસકાંઠાઃ હાલમાં કોરોના વાઈરસની લડાઈમાં અનેક દાતાઓ દ્વારા કોરોનાની લડાઈમાં ગરીબોને રાહત મળી રહે તે માટે સહાય કરવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસાના જાણીતા ઉદ્યોગપતિએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર રાહત ફંડમાં 5 લાખ રૂપિયાની સહાય આપી હતી
ડીસાના દ્યોગપતિએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર રાહત ફંડમાં 5 લાખની કરી સહાય સમગ્ર ભારતભરમાં કોરોના વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આવા સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે. સૌથી વધુ ગંભીર સમસ્યા ગરીબ લોકોને થઈ રહી છે. ત્યારે ગરીબ લોકોને રાહત મળી રહે તે માટે દેશમાં અનેક દાતાઓ દ્વારા દાન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં કોરોના કહેર વચ્ચે ડીસાના પુત્ર અને અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઇ અગ્રવાલ દ્વારા ડિસા ખાતે આવી બનાસકાંઠા કલેક્ટર રાહત ફન્ડમાં 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.
આ ઉપરાંત ડીસા આરોગ્ય વિભાગના સ્વસ્થાય કર્મીઓને પી .પી ઈ પ્રોટેક્શન ઈકવિપમેન્ટની 500 કીટ પણ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ડીસા એસ. ડી. એમ. એચ. એમ પટેલ ડીસા ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને મામલદારએ જે પારઘી ડીસા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર જીગ્નેશ હરિયાની પણ સાથે જોડાયા હતા.