ETV Bharat / state

ડીસામાં આંગડિયા કર્મચારીઓ સાથે લૂંટ, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ - gujarat

બનાસકાંઠાઃ ડીસા શહેરમાં કાયદાની સ્થિતિ કેવી છે તે જાહેર કરતી ઘટના આજે શહેરના હીરા બજાર નજીક બની હતી. આ વિસ્તારમાં આંગડિયાના બે કર્મચારીઓના થેલાની લૂંટ થઈ હતી. કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી કર્મચારીના થેલા લઈ ફરાર થયા હતા. આ ઘટનામાં કર્મચારીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ડીસામાં પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
author img

By

Published : Jun 13, 2019, 1:32 PM IST

ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ ડીસા શહેરમાં સામાન્ય બનતી જઇ રહી છે. પોલીસ આવી ઘટનાઓને અટકાવવામાં નિષ્ફળ નીવડી છે. ડીસા શહેરના હીરા બજારમાં આવેલી કે.અશ્વિનકુમાર એન્ડ કૂ નામની આંગડિયાની પેઢીના બે કર્મચારીઓ શહેરના સાઈબાબા મંદિરથી આંગડિયા પેઢીના બે થેલા લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બે અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીઓને લુંટવાનો પ્રયાસ કરી આંગડિયા કર્મચારી પર ધારિયાનો ઘા કરીને ઇજા પહોંચાડી હતી. તેમજ અન્ય શખ્સે ફાયરિંગ કર્યું હતું.

ડીસામાં આંગડિયા કર્મચારીઓ સાથે લૂંટ

ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ઇજાગ્રસ્ત થયેલા જીતુભાઈને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બન્યા બાદ એક તરફ પોલીસ ફાયરિંગ ન થયું હોવાનું જણાવી રહી છે. જ્યારે ભોગ બનનાર બંને શખ્સોએ તેમના નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે, આ ઘટનામાં ફાયરિંગ થયું છે. ફાયરિંગની ઘટના પર પોલીસ કેમ પડદો પાડી રહી છે ? ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા.12 06 2019

સ્લગ... લૂંટ

એન્કર : ડીસા શહેરમાં કાયદાની સ્થિતિ શું છે તે જાહેર કરતી ઘટના આજે શહેરના હીરા બજાર નજીક બની.. આ વિસ્તારમાં આંગડિયાના બે કર્મચારીઓ થેલા લઈને જઇ રહ્યા હતા તે દરમ્યાન સફેદ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને ભોગ બનનાર પાસેથી બે થેલા લઈને ફરાર થઈ ગયા હતા.. આ ઘટનામાં ભોગ બનનારને હાથમાં ઇજા પહોંચી છે. અને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વી.ઑ. : ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ હવે ડીસા શહેરમાં સામાન્ય બનતી જઇ રહી છે... શહેરમાં નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરતી પોલીસ આવી ખતરનાક ઘટનાઓ અટકાવવામાં સરેઆમ નિષ્ફળ નીવડી રહી છે.. આજની વાત કરીએ તો ડીસા શહેરના હીરા બજારમાં આવેલી કે.અશ્વિનકુમાર એન્ડ કૂ નામની આંગડિયાની પેઢીના બે કર્મચારીઓ શહેરના સાઈબાબા મંદિરથી આંગડિયા પેઢીના બે થેલા લઈને એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા.. તે દરમ્યાન હીરા બજાર નજીક સફેદ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીઓને અટકાવીને તેમના પાસે રહેલો થેલો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.. તે દરમ્યાન કારમાં આવેલા શખ્સોમાથી એક શખ્સે જીતુભાઈ પંચાલ નામના શખ્સના હાથ પર ધારિયાનો ઘા કરીને ઇજા પહોંચાડી હતી.. ધારિયાનો ઘા કરવા છતા પણ જીતુભાઈ પંચાલે થેલો ન છોડતા કારમાં આવેલા અન્ય શખ્સે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને જીતુભાઈના હાથમાં રહેલા થેલા છૂટી જતાં કારમાં આવેલા બંને શખ્સો તેમની કાર સાથે થેલા લઈને ફરાર થઈ ગયા હતા.. આ ઘટના બનતા ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું.. અને આસપાસના લોકોએ એકત્રિત થઈને ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા જીતુભાઈને તાત્કાલિક સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા.. જ્યાં આ ઘટનામાં ભોગ બનનાર  ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બંને શખ્સોએ આ ઘટનાની વધુ વિગતો આપી હતી...

બાઇટ...1..શંકરભાઇ
(  ભોગ બનનાર )

બાઈટ... 2 જીતુભાઈ પંચાલ 
( ભોગ બનનાર )

વી.ઑ. : આ ઘટના બન્યા બાદ એક તરફ પોલીસ ફાયરિંગ ન થયું હોવાનું જણાવી રહી છે.. જ્યારે ભોગ બનનાર બંને શખ્સોએ તેમના નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે આ ઘટનામાં ફાયરિંગ થયું છે.. ત્યારે ફાયરિંગની ઘટના પર પોલીસ કેમ પરદો પાડી રહી છે.? આ ઉપરાંત આ ઘટનામાં કેટલો મુદ્દામાલ ગયો તે અંગે પણ ભોગ બનનારે કોઈ જાણકારી આપી નથી.. ત્યારે આ ઘટનામાં પોલીસ જે રીતે ઘટના પર પરદો પાડવાનો પ્રયાસ કરી રહી છે તે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરી રહી છે...

બાઈટ... આર કે જનકાન્ત
( ડી,વાય,એસ પી, ) 

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.