ETV Bharat / state

થરાદ તાલુકાના ચોટપા ગામના રાશન કાર્ડધારકો બાયો મેટ્રિકમાં ફિંગર ના આવતા પરેશાન - અનાજનો પુરવઠો

થરાદ તાલુકાના ચોટપા ગામે સસ્તા અનાજની દુકાન પર રાશન લેવા માટે આવેલા લોકો બાયો મેટ્રિક સિસ્ટમમાં ફિંગર ના આવવાથી સવારથી જ તમામ ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે.

થરાદ
થરાદ
author img

By

Published : Oct 24, 2020, 2:10 PM IST

  • રાશન કાર્ડ ધારકો બાયો મેટ્રિકમાં ફિંગર ના આવતા પરેશાન
  • બાયો મેટ્રિક સિસ્ટમ બંધ થાય તો લોકોને સરળતાથી અનાજ મળી શકે
  • બાયો મેટ્રિક સિસ્ટમ બંધ કરવા લોકોની માંગ

બનાસકાંઠા: થરાદ તાલુકાના ચોટપા ગામે બાયો મેટ્રિક ફિંગર ના આવવાથી અનાજનું વિતરણ થઇ શકે તેમ નથી. ત્યારે ખાલી હાથે લોકોને ઘરે જવા મજબુર બનવું પડ્યું છે. ચોટપા ગામના લોકો એ મીડિયા સમક્ષ જણાવ્યા હતું કે, સરકાર દ્વારા જો બાયો મેટ્રિક સિસ્ટમ બંધ કરવામાં આવે તો લોકોને સરળતાથી અનાજનું વિતરણ થઇ શકે. લોકોને રાશન મેળવવા માટે વારંવાર ધક્કા પણ ના ખાવા પડે, તેમજ સમય પણ બચી શકે અને ધંધા, મજૂરી અર્થે જઇ શકે. રાશન મેળવવા માટે આખો આખો દિવસ લાઈનમાં ઉભા રહેવા છતાં પણ ફિંગર પ્રિન્ટ ના આવતા અનાજનો પુરવઠો મેળવ્યા વિના જ ઘરે પરત ફરવાનો વારો આવે છે.

લોકો ફિંગર પ્રિન્ટ બાયો મેટ્રિક સિસ્ટમથી છે હેરાન

આથી અવાર નવાર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મોટા ભાગના ગામડાઓમાં ફિંગર પ્રિન્ટ બાયો મેટ્રિક સિસ્ટમમાં ના આવતા કેટલાંય લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.