ETV Bharat / state

રાજસ્થાન : હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો, સમગ્ર વિસ્તાર બન્યો બર્ફીલો - ગુરુશીખર

બનાસકાંઠાની સરહદે આવેલા રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડતા તાપમાન માઇનસ 4 ડિગ્રી પર પહોંચ્યું છે. જેના કારણે વાહનો સહિત ખુલ્લામાં મેદાનમાં બરફ છવાઇ ગયો છે. આ બરફનો આનંદ પર્યટકોએ માણ્યો હતો.

માઉન્ટ આબુ
માઉન્ટ આબુ
author img

By

Published : Dec 18, 2020, 6:08 PM IST

  • માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 4 ડિગ્રી
  • ઠંડી વધતા સમગ્ર વિસ્તારમાં બરફ પથરાયો
  • કોરોના સંક્રમણને કારણે પર્યટકોની સંખ્યામાં ઘટાડો
    માઉન્ટ આબુ
    હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો

બનાસકાંઠા : શિયાળાની મોસમમાં સર્વત્ર ઠંડીનો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે ગુજરાતની સરહદે આવેલા અને રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનું પ્રમાણ વધતા તાપમાન માઇનસ 4 ડિગ્રી પર પહોંચી ગયુ છે. માઇનસ તાપમાનને કારણે હાલ માઉન્ટ આબુની ધરતી પર બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા લઘુતમ તાપમાન એક ડિગ્રી હતું. જે હાલમાં માઇનસ 2 ડિગ્રી થયું હતું અને માઉન્ટ આબુની સૌથી ઉચુ ગણાતું ગુરુશિખર પર માઇનસ 4 અને કુંભાર પડામાં માઇનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. શરૂઆતમાં ઠંડી માત્ર ઓછા પ્રમાણમાં જોવા મળી હતી, પરંતુ હાલમાં જે પ્રમાણે ઠંડીએ જોર પકડ્યું છે. તે જોતાં હાલ માઉન્ટ આબુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સમગ્ર વિસ્તારમાં જેના માટે પર્યટકો દૂરથી મજા માણવા માટે આવતા હોય છે, તે હાલ બરફથી ઢંકાયેલા જોવા મળી રહ્યા છે.

માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડતા તાપમાન માઇનસ 4 ડિગ્રી પર પહોંચ્યું

માઉન્ટ આબુમાં ઠંડી વધતા સમગ્ર વિસ્તારમાં બરફ પથરાયો

માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ જતા સર્વત્ર બરફની ચાદર છવાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે. માઉન્ટ આબુમાં મુખ્ય આકર્ષણના કેન્દ્ર ગણાતા નખી તળાવના કિનારે ઉભેલી હોડીઓ પર પણ બરફની પરત છવાઇ ગઇ હતી. પોલો ગ્રાઉન્ડના ઘાસ પર પણ બરફ જોવા મળ્યો હતો. હાડ થીજવતી ઠંડી અસર સામાન્ય જનજીવન પર પણ જોવા મળી છે. આ ઉપરાંત પાર્ક કરેલી ગાડીઓ પર પણ બરફ છવાતા સહેલાણીઓ બરફ જોઈને અનેરો આનંદ લઈ રહ્યા છે. આ આહલાદક નજારો સવારના ચારથી પાંચ કલાક દરમિયાન હોય છે. જે બાદ દિવસ ચડતા સહેલાણીઓ વાદળછાયા વાતાવરણમાં ફરવાની માજા માણી રહ્યા છે અને તેમને આવા આહલાદક મોસમનો અનેરો આનંદ માણી રહ્યા છે.

Mount Abu
સમગ્ર વિસ્તાર બન્યો બર્ફીલો

કોરોના સંક્રમણને કારણે પર્યટકોની સંખ્યામાં ઘટાડો

દર વર્ષે શિયાળાની શરૂઆત થતાં જ માઉન્ટ આબુમાં ચારે બાજુ બરફ છવાઈ જતો હોય છે અને આ નજારો માણવા માટે માઉન્ટ આબુમાં દર વર્ષે દેશ અને વિદેશના અનેક પર્યટકો અને કુદરતી સૌંદર્ય માણવા માટે આવતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ગત બે દિવસથી માઉન્ટ આબુમાં પડી રહેલી ઠંડીને કારણે ફરી એકવાર માઉન્ટ આબુમાં ચારે બાજુ બરફ પથરાયો છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને કારણે પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દર વર્ષે માઉન્ટ આબુમાં શિયાળાના સમયે જે રસ્તાઓ ઠંડીની મોજ માણવા માટે પર્યટકોથી ઉભરાયા હતા. તે આ વર્ષે બહુ ઓછા પર્યટકો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બહારથી આવતા પર્યટકોની સંખ્યામાં વર્તમાન વર્ષે કોરોના વાઇરસની મહામારીને કારણે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે અહીં વેપાર ધંધો લઈને બેઠેલા લોકોમાં પણ મંદી જોવા મળી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, તે માઉન્ટ આબુમાં બરફની વર્ષો થઇ છે, પરંતુ તેને નિહાળવા માટે આજે પર્યટકોની સંખ્યા જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.