ETV Bharat / state

રાજસ્થાન બોર્ડર પરના ઈકબાલગઢની સત્યમ હોસ્પિટલમાં રાજસ્થાન પાલી પોલીસના દરોડા

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ઈકબાલગઢની સત્યમ હોસ્પિટલમાં રાજસ્થાનની પાલી પોલીસે દરોડા પાડયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગર્ભપાત મામલે હોસ્પિટલમાં તપાસ હાથ ધરી ડોક્ટરની પણ અટકાયત કરી વધુ તપાસ અર્થે લઈ ગયા હોવાનું સામે આવતાં જ અન્ય ગેરકાયદે સોનોગ્રાફી કરતાં ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

author img

By

Published : Jun 8, 2021, 7:58 PM IST

રાજસ્થાન બોર્ડર પરના ઈકબાલગઢની સત્યમ હોસ્પિટલમાં રાજસ્થાન પાલી પોલીસના દરોડા
રાજસ્થાન બોર્ડર પરના ઈકબાલગઢની સત્યમ હોસ્પિટલમાં રાજસ્થાન પાલી પોલીસના દરોડા
  • બનાસકાંઠા જિલ્લામાં ડીગ્રી વગરના ડોક્ટરોની હોસ્પિટલો પર દરોડા
  • બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢમાં વધુ એક હોસ્પિટલમાં દરોડા
  • રાજસ્થાનની પાલી પોલીસે સત્યમ હોસ્પિટલમાં પાડ્યા દરોડા

બનાસકાંઠા- જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં આજે પણ મહિલાઓની ગેરકાયદે સોનોગ્રાફી અને ગર્ભપાત થતા હોવાની અનેક વાર ફરિયાદ થતી હોય છે. જે અંતર્ગત રાજસ્થાની પાલી પોલીસે પણ આજે બનાસકાંઠામાં તપાસ હાથ ધરી હતી. આજે રાજસ્થાનની પાલી પોલીસની એક ટીમ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ઈકબાલગઢની સત્યમ હોસ્પિટલ-પ્રસૂતિગૃહ ,ગાયનેક સર્જીકલ હોસ્પિટલ અને સોનોગ્રાફી સેન્ટરમાં દરોડા પાડયા હતાં અને ગર્ભપાત મામલે તપાસ કરી હતી.

ગર્ભપાત મામલે હોસ્પિટલમાં તપાસ હાથ ધરી ડોક્ટરની પણ અટકાયત કરી વધુ તપાસ અર્થે લઈ ગયા
પોલીસે ડોક્ટરની કરી અટકાયતઆજે રાજસ્થાનના પાલીની પોલીસે ઈકબાલગઢ ખાતે કાર્યરત સત્યમ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા.આ દરોડામાં કલાકો સુધી તપાસ કર્યા બાદ પાલી પોલીસની ટીમે ડો. ચિરાગ પરમારની અટકાયત કરી રાજસ્થાન લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન પોલીસે આ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી આપી નથી પરંતુ ગર્ભપાત મામલે ક્યાંક ડોક્ટરની સંડોવણી હોવાનું લાગતા તેની તપાસ હાથ ધરાઇ છે. રાજસ્થાન પોલીસના આકસ્મિક દરોડા, તપાસ અને ડોક્ટર સામેની કાર્યવાહીથી જિલ્લામાં અન્ય ગેરકાયદે સોનોગ્રાફી કરતાં ડોક્ટરોમાં પણ ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસના 3 મહત્વના પદો ખાલી, જાણો કોના શિરે બંધાશે પાઘડી?

ડીગ્રી વગરના ડૉક્ટરોનો રાફડો

બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી ડિગ્રી વગરના ડોકટરોની જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની પ્રજાને ભોળવી ડિગ્રી વગરના ડોકટરો દર્દીઓની સારવાર કરતા હોય છે. આ બાબતે અનેક વાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જે બાદ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક વિસ્તારોમાંથી ડીગ્રી વગરના ડોક્ટરો ઝડપી પાડયા છે અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા પ્રમાણમાં ડિગ્રી વગરના ડોકટરો મળી શકે તેમ છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા દિયોદર તાલુકામાં ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.