નવી દિલ્હી: પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી ન મળતાં લદ્દાખ ભવન ખાતે ભૂખ હડતાળ શરૂ કરી હતી. દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી ન હતી, જેના પછી તેણે પણ નિરાશા વ્યક્ત કરી હતી. તે જ સમયે, સોનમ વાંગચુકે દિલ્હી પોલીસના પત્રની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સોનમ વાંગચુકે જણાવ્યું કે, "જ્યારે અમે 2 ઓકટોબરના રોજ રાજઘાટ પર અમે અમારી ભૂખ હડતાળ પૂરી કરી હતી. ત્યારે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું.કે અમને દેશના મોટા નેતાઓને મળવા માટે ગૃહ મંત્રાલયથી સમય મળશે. અમે બસ અમારા રાજનેતાઓને મળવા માંગીએ છીએ. આશ્વાાસન મેળવવા માંગીએ છીએ અને લદ્દાખ પાછા ફરવા માગીએ છીએ. અમને જણાવવામાં આવ્યું હતું કે, 4 ઓક્ટોબર સુધીમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને મળવાનો સમય આપવામાં આવશે. પરંતુ રાજઘાટ ખાલી કરવા અને પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા પર અમારી માંગો પૂરી નહોતી થઇ એટલે અમારે મજબૂર થવું પડ્યું"
VIDEO | “When we ended our hunger strike at Rajghat on October 2, it was on the basis of the assurance that we will get an appointment from the Home Ministry to meet the country’s senior leaders. We just want to meet our politicians, get assurance and return to Ladakh. We were… pic.twitter.com/WCMzfKixcw
— Press Trust of India (@PTI_News) October 6, 2024
વિરોધ કરવાની પરવાનગી ન મળવા પર નિરાશા વ્યક્ત કરી: સોનમ વાંગચુકે એક પોસ્ટમાં લખ્યું છે કે એક બીજી સ્વીકૃતિ એક બીજી નિરાશા આજે સવારે વિરોધ પ્રદર્શન કરવા માટે આધિકારીક રુપથી અમને આ અસ્વીકૃતિ પત્ર મળ્યો છે. જો જંતર-મંતર પર પરવાનગી નથી, તો એમને જણાવો કે કઇ જગ્યાની પરવાનગી છે જ્યાં અમે ધરણા પ્રદર્શન કરવા માટે મળી શકે છે. અમે બધા નિયમોનું પાલન કરવા માગીએ છીએ. તોપણ શાંતિપૂર્ણ રીતે અમારી ફરિયાદ વ્યક્ત કરવા માટે કોઇ જગ્યા અપાતી નથી. પોતાના જ દેશમાં ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવું ખૂબ જ મુશ્કેલ છે.
દિલ્હી પોલીસનો જવાબઃ દિલ્હી પોલીસના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉપવાસ આયોજિત કરવાની વિનંતી ખૂબ જ ટૂંકી સૂચના પર મળી હતી. ઉપવાસ વિશે કોઈ ચોક્કસ સમયની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોઈપણ પ્રદર્શન માટે ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ માહિતી આપવી જોઈએ. જંતર-મંતર પર પ્રદર્શન સવારે 10 થી સાંજના 5 વાગ્યાની વચ્ચે હોવું જોઈએ. પરંતુ આ કરવામાં આવ્યું નથી. "અમને તાત્કાલિક માહિતી આપવામાં આવી છે જેના કારણે અમે પ્રદર્શન યોજવાની પરવાનગી આપી શકતા નથી."
તમને જણાવી દઈએ કે, સોનમ વાંગચુક 'દિલ્હી ચલો પદયાત્રા'નું નેતૃત્વ કરી રહી હતી. આ માર્ચનું આયોજન લેહ એપેક્સ બોડી દ્વારા કરવામાં આવ્યું હતું, જે કારગીલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે મળીને લદ્દાખને રાજ્યનો દરજ્જો મેળવવા અને બંધારણની છઠ્ઠી સૂચિમાં તેનો સમાવેશ કરવા માટે છેલ્લા ચાર વર્ષથી ઝુંબેશ ચલાવી રહી છે. વાંગચુકે એક મહિના પહેલા લેહથી 150 લદ્દાખીઓ સાથે પોતાની યાત્રા શરૂ કરી હતી.